અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારુતીધામ-૨, સારંગપુરમાંથી એક ઇસમને દેશી તમંચો (અગ્નિશસ્ત્ર) તથા કારતુસ-૦૧ સાથે એક ઈસમને અંક્લેશ્વર GIDC પોલીસે ઝડપી પાડયો હતો. નાયબ પોલીસ અધિક્ષક શ્રી, ડૉ.કુશલ ઓઝા, અંક્લેશ્વર વિભાગ, અંક્લેશ્વર નાઓએ જીલ્લામાં બનતા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તથા ગેરકાયદેસર હથીયારો પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે પોલીસ ઈન્સ્પેક્ટર બી.એન.સગર, નાઓની આગેવાની હેઠળ પો.સ.ઇ. એન.જે.ટાપરીયા, નાઓ ટીમ સાથે અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, ‘મારુતીધામ- ૨ ના પ્લોટ નં.૧૮૩, રૂમ નં.૧ માં રહેતા ગૌરવકુમાર સુરેશ મંડલનાએ પોતાના ઘરમાં જીવતા કારતુસ સાથે દેશી હાથ બનાવટની તમંચો પોતાના અંગત અદાવતના કારણે સંતાડી રાખેલ છે. જે મળેલ બાતમી હકિકત આધારે ટીમના માણસો સાથે મારુતીધામ-૨ નાં પ્લોટ નં.૧૮૩, રૂમ નં.૧ ખાતેથી એક ઇસમને પકડી લઇ તેનાં રૂમમાં અભરાઇ ઉપર ચેક કરતા પરચુરણ સામાનની પાછળ સંતાડેલ એક લાલ કલરના ચેક્સ લાઇનીંગવાળા ગમછામાં વિંટાળેલ દેશી હાથ બનાવટનો તમંચો મળી આવેલ જે જોતા લોડેડ હાલતમાં હોય તેનુ બેરલ ખોલતા ચેમ્બરમાં એક જીવતો કારતુસ પડેલ હોય જેને સહી સલામત બહાર કાઢી લીધેલ જે દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૦૧ કિં.રૂ.૧૦,૦૦૦/- એક કારતુસની કી.રૂ.૧૦૦/- ગણી લઈ તથા તેની અંગજડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૦૧ કી.રૂ.૫,૦૦૦/- તથા એક આધારકાર્ડ મળી કુલ કિ.રૂ.૧૫,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન FIR. No.11199021240300/2024 ધી આર્મ્સ એકટ (૧૯૫૯) ની કલમ ૨૫ (૧-બી) એ. તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. ઝડપાયેલો ઈસમ ગૌરવકુમાર સુરેશ મંડલ, હાલ રહેવાસી મારૂતીધામ-૨, સારંગપુર, તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ મુળ રહેવાસી ગામ-કમરગંજ, પોસ્ટ જહાંગીરા, થાના-સુલતાનગંજ, જીલ્લો ભાગલપુર (બિહાર) હોવાનું જાણવા મળ્યું છે.
અંક્લેશ્વર GIDC પોલીસે દેશી તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડયો, સાથે એક કારતૂસ પણ કબજે કર્યો…
Views: 42
Read Time:2 Minute, 54 Second