0
0
Read Time:55 Second
અંકલેશ્વરમાં આમલાખાડીનો બ્રિજ ઉતરી ટ્રક સીધી આઝાદ શટર નામની દુકાનમાં ઘૂસી જતા બે બાઇક અને દુકાનમાં ભારે નુકશાની થઈ હતી. સુરતથી ભરૂચ તરફ આવી રહેલી એક ટ્રક અંકલેશ્વર આમલાખાડી બ્રિજ ઉપરથી રવિવારે સવારે પસાર થઈ રહી હતી. ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા હવા મહેલ પાસે ટ્રક દુકાનમાં ધડાકાભેર ઘુસી ગઇ હતી.બનાવમાં આઝાદ શટર નામની દુકાન અને બે બાઇકોને ભારે નુકશાન પોહચ્યું હતું. જોકે, સવારનો સમય હોવાથી દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અગાઉ પણ એક ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા હાઇવેને અડીને આવેલી આ દુકાનમાં ઘૂસી ગઈ હતી.