દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફીલાટેક્ષ ઇન્ડીયા લીમી . કંપનીમાંથી ગઇ તા -૨૨ / ૦૧ / ૨૦૨૧ ના રોજ કલાક ૧૧/૩૪ વાગે ટ્રક નં- GJ – 16 – AV – 1681 ના ડ્રાઇવર અતિક એહમદ જોહર અલી રહે , ગામ . રામપુર , પોસ્ટ.દલીતપુર , થાના , કનેહી તા , રાનીગંજ , જી.પ્રતાપગઢ ( ઉત્તરપ્રદેશ ) ની સાથે કુલ -૪૦ પેલેટમાં કુલ ૪૮૦ બોક્ષમાં ૧૯ ટન પ ૫૯ કી.ગ્રા . કિ.રૂ. ૨૬,૬૫,૩૪૫ / -નું પોલીસ્ટર યાર્ન ફલાટેક્ષ ઇન્ડીયા લીમી , કંપનીમાંથી ભરી કોમર્શીયલ કેરીયર કડોદરા ખાતે પહોંચાડવા રવાના કરવામાં આવેલ , દરમ્યાન આ કામના આરોપીએ પોલીસ્ટર યાર્નના બોક્ષ કોમર્શીયલ કેરીયર કડોદરા ખાતે નહી પહોંચાડી ફીલાટેક્ષ ઇન્ડીયા લીમી , કંપનીથી કોમર્શીયલ કેરીયર કડોદરા લઈ જતા રસ્તામાં કયાંક સગેવગે કરી નક્કી કરેલ જગ્યાઓએ નહી પહોચાડી નવસારી ગ્રેટ ગોલ્ડન હોટલ ઉપર ખાલી ટ્રક મુકી નાશી જઈ ફરીયાદીની ફીલાટેક્ષ ઇન્ડીયા લીમી . કંપની સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનો કર્યો હોય , જે અંગે ફીલાટેક્ષ કંપનીના ડીસ્પેચ મેનેજર શ્રી યોગેશસીંગ S / o પ્રતાપસીંગ ઠાકુર હાલ રહે , જે -૧૦૩ , ધનલક્ષ્મી એપાર્ટમેન્ટ કોપરલી રોડ , છરવાડા , વાપી , તા.પારડી , જી.વલસાડ . મુળ રહે , ૪૮૦ , ઓલ્ડ અજની , વરથા રોડ , નાગપુર , પીનકોડ નં ૪૪00૧૫ , ( મહારાષ્ટ્ર ) નાઓએ ફરીયાદ આપતા ગુનો દાખલ થયેલ . જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ , વડોદરા , તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહચુડાસમા , ભરૂચનાઓએ સદર મિલકત સબંધી ગુનાના આરોપીઓને પકડી મુદ્દામાલ શોધી કાઢવા સુચના કરેલ જેથી મદદનિશ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા ભરૂચ વિભાગ , ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ એ.સી.ગોહીલ પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ દહેજ પો.સ્ટેનો પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ખાસ એમ , ઓ . દ્વારા પોલીસ્ટર યાર્નના કાર્ટુનની ચોરી કરતી ગેંગનું પગેરૂ શોધવા મહેનત કરવા લાગેલ , જેના ફળ સ્વરૂપે પો.કો. પિન્ટ્રભાઇ ગટુરભાઇ દહેજ પો.સ્ટે . તથા પો.કો , પંકેશભાઇ તુલશીરામ દહેજ પો.સ્ટે . ભરૂચના ઓને બાતમી મળેલ કે , વનમાળી જકશન BRTC કેનાલ રોડ , યોગી ચોક પાસે , બિના કા કેમ્પસમાં આવેલ ગોડાઉનમાં કેટલાક ઇસમો ફીલાટેક્ષ કંપનીના પૌલીસ્ટર યાર્નના બોક્ષ સાથે હાજર છે જે બાતમી આધારે એ.સી.ગોહીલ પોલીસ ઇન્સ્પેક્ટર , દહેજ પો.સ્ટે.ના ઓએ દહેજ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ આવતા ( ૧ ) શીવલાલ so હસમુખલાલ શાહ જાતે હિન્દુ વાણીયા ઉ.વ -૫૪ ધંધો- વૈપાર હાલ રહે . મકાન નંબર – એ / ૬૦૨ , શીવ મરુધર રેસીડેન્સી , પાલ અડાજણ તા.જી. સુરત મુળ રહે , મોકુન્દી , તા.રાયપુર , જી.ભીલવાડા ( રાજસ્થાન ) ( ૨ ) જયેશભાઇ S / o મનહરભાઇ જેના જાતે- હિન્દુ વાણીયા , ઉ.વ -૩૦ ધંધો- વેપાર હાલ રહે , બાબુભાઇ જૈન રાકના મકાન નંબર -૬૬ , ગાયત્રી સોસાયટી -૧ , ઉધના શાક માર્કેટ પાસે , ઉધના , સુરત શહેર મુળ રહે , ભીમ , તા.થાન – ભીમ જી . રાજસમદ ( રાજસ્થાન ) નાઓ ફીલાટેક્ષ ઇન્ડીયા લીમી . કંપનીના પોલીસ્ટર ટેક્ષટર્ડ યાર્નના કુલ બોક્ષ નંગ -૩૬૬ આશરે કિ.રૂ .૨૦,૩૨,૦૦૦ / -ના મુદામાલ સાથે મળી આવતા મુદ્દામાલ વધુ તપાસ અર્થે કજે કરવામાં આવેલ છે . અને બન્ને આરોપીઓને હસ્તગત કરી કોવીડ ટેસ્ટ કરાવવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .
આરોપીનો ગુનાહિત ઇતિહાસ ( ૧ ) શીવલાલ S / O હસમુખલાલ શાહ ( ૧ ) દહેજ પો.સ્ટે . ગુ.ર.નં. 11199016210053 ઇ.પી.કો. કલમ- ૪૦૭,૧૧૪ મુજબ ( ર ) સાણંદ જી.આઇ.ડી.સી પો.સ્ટે . ગુ.ર.નં. 11192003200585 ઇ.પી.કો કલમ -૪૦૭,૪૨૦,૧૧૪ * ગુનાની મોસ ઓપરેન્ડી સદર ગુનાના બન્ને આરોપીઓ ગુનામાં રીસીવર તરીકેની ભુમીકા ભજવેલ છે.આ પ્રકારના ગુના આચરવામાં રીસીવર તથા ડ્રાઇવર કોઇ વચેટીયા મારફત સંપર્ક કરી ગુનાને અંજામ આપે છે . ડ્રાઇવર આ મુદ્દામાલ રીસીવરને આપી પોતાના કબજામાંનો ટ્રાન્સપોર્ટનો ટ્રકે કોઇ જગ્યાએ બીનવારસી મુકી નાસી જાય છે . આ કામગીરીમાં એ.સી.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર , ASI ધર્મેન્દ્રસિંહ નાગજીબાવા , પો.કો. પીટુભાઇ ગટુરભાઇ , પો.કો. પંકેશભાઈ તુલસીરામ , પો.કો અભેસીગભાઇ દહેજ પો.સ્ટે . ભરૂચનાઓ જોડાયેલ હતા