આજે બ્યુટી જગત માં નેલ આર્ટ ખૂબ વિખ્યાત થયું છે. અને આજ ની યુવા પેઢી નેલ આર્ટ ને લઈ ખૂબ ઉત્સાહી પણ દેખાતી હોય છે. જ્યારે ભરૂચ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ ની બહેનો માટે નેલ આર્ટ નો ફ્રી સેમિનાર આયોજીત કરવામાં આવ્યો હતો.આ સેમિનાર માં નેલ આર્ટ માટેની વિસ્તૃત જાણકારી વડોદરા ના બ્યુટીએક્સપર્ટ અમીષાબેન ઠક્કર અને નેલ આર્ટ એક્સપર્ટ ભાવના પરમારનાઓ દ્વારા આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજની નારીઓ આત્મનિર્ભ અને પગભર બને તે માટે બ્યુટી પાર્લરમાં નેલ આર્ટ માટેનો સેમીનાર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.ભરૂચ શહેરના સોનેરી મહેલ મોતીલાલ વિણબાગની સામે આવેલ સ્ત્રી નીકેતન હોલ ખાતે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાસાબેન ગોસ્વામી માને તથા પ્રમુખ નીતિન માનેના સહયોગથી હાલમાં ચાલી રહેલ નેલ આર્ટના અનેરા ટ્રેન્ડ ને લઈ ભરૂચ ની બહેનો નેલ આર્ટ શીખી પગભર બની શકે તે શુભ આશય થી ટ્રેનિંગ સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. અને નેલ ઉપર વિવિધ પ્રકારના રંગ સાથે ડિઝાઇન કેવી રીતે કરી શકાય તે અંગે ટ્રેનિંગ આપવા સાથે સેમીનાર યોજાયો હતો. આમ તો નેલ આર્ટ માટે મોટો ખર્ચ થતો હોય છે પરંતુ આજની મહિલાઓ અને બહેનો પગભર થાય તે હેતુથી જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખો સેમીનાર યોજી મહિલાઓને પગભર કરવાનો પ્રયાસ કર્યો હતો.
ભરૂચ સ્ત્રી નિકેતન ખાતે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેલ આર્ટ નો ફ્રી સેમિનાર નું કરાયું આયોજન.
Views: 58
Read Time:2 Minute, 20 Second