નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માર્ચ 16, 18 અને 20ના રોજ રમાનારી ટી-20 મેચના રીફંડની પ્રક્રિયા..

Views: 66
0 0

Read Time:3 Minute, 12 Second

માર્ચ 17થી શરૂ થશેઅમદાવાદ, March 16, 2021: ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બી.સી.સી.આઇ.) સાથે પરામર્શ કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર માર્ચ 16, 18 અને 20 ના રોજ રમાનારી ટી-20 ઇન્ટરનેશનલ મેચ માટે બૂક કરવામાં આવેલી ટિકિટનું રીફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસોને કારણે પ્રેક્ષકો વગર આ મેચ રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, “જી.સી.એ. દ્વારા રીફંડની પ્રક્રિયા માર્ચ 17, 2021ના રોજ શરૂ કરવામાં આવશે અને માર્ચ 22, 2021ના રોજ પૂર્ણ કરવામાં આવશે. ઓનલાઇન અથવા ઓફલાઇન બૂક કરવામાં આવેલી તમામ ટિકિટનું રીફંડ આપવામાં આવશે.”રીફંડની પ્રક્રિયા નીચે મુજબ રહેશેઃ 1. ઓનલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટ માટેઃ ઓનલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટની મૂળ કિંમત (ફેસ વેલ્યુ) જે એકાઉન્ટ અને જે મોડથી ટિકિટ ખરીદવામાં આવી હશે તે પ્રમાણે રીફંડ કરવામાં આવશે. રીફંડ પ્રક્રિયા માર્ચ 17, 2021ના રોજ બપોરે 3.00 શરૂ થશે અને માર્ચ 22, 2021 ના રોજ સાંજે 4.00 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. 2. ઓફલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટ માટેઃ ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટના રીફંડની પ્રક્રિયા માર્ચ 18, 2021થી માર્ચ 22, 2021 સુધી સવારે 10.00 વાગ્યાથી સાંજના 4.00 વાગ્યા સુધી કરવામાં આવશે. ઓફલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટનું રિફંડ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસમાંથી આપવામાં આવશે. ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટનું રીફંડ તેની છાપેલી કિંમત (ફેસ વેલ્યુ) મુજબ જેન્યુઇન/ઓરિજનલ ટિકિટ અને રીફંડ લેનાર વ્યક્તિનું ફોટો સાથેનું માન્ય ઓળખપત્ર રજૂ કરવાથી આપવામાં આવશે. ફિઝકલ ટિકિટની ચકાસણી ટિકિટ પર આવેલા સિક્યોરીટી ફિચર્સને આધારે કરવામાં આવશે. 3. કોમ્પ્લીમેન્ટરી ટિકિટ માટે રીફંડ લાગુ પડશે નહીં. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસ પર કોવિડ-19 માર્ગદર્શિકાઓ જેવી કે સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝેશનનું સખ્તાઇથી પાલન કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

મહારાષ્ટ્ર સરકાર : COVID-19ના ફેલાવાને નિયંત્રિત કરવા નવી માર્ગદર્શિકા પ્રકાશિત કરી..

Wed Mar 17 , 2021
Spread the love             મહારાષ્ટ્ર સરકાર : COVID-19ના ફેલાવાને નિયંત્રિત કરવા નવી માર્ગદર્શિકા પ્રકાશિત કરી બધા સિનેમા હોલ, રેસ્ટોરાં, હોટેલ્સનું પ્રતિબંધો સાથે 50% ક્ષમતા પર સંચાલન કરવું સામાજિક/રાજકીય/ધાર્મિક/સાંસ્કૃતિક મેળાવડાની છૂટ નથી. લગ્નમાં 50 લોકોને જ મંજૂરી અંતિમ સંસ્કારની ક્રિયામાં 20થી વધુ લોકોને ભેગા થવાની છૂટ નથી પ્રતિબંધ સાથે હોમ આઈસોલેશનની છૂટ. આઈસોલેશન […]

You May Like

Breaking News

error: Content is protected !!