ભરૂચ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદ હાથતાળી આપતા ખેડૂતોમાં ચિંતા, પાણી વગર ઉભો મોલ સુકાઈ જાય તેવી શક્યતા ભરૂચ જિલ્લામાં વરસાદ હાથતાળી આપી ગયો છે અને છેલ્લા પંદર દિવસથી વરસાદ વરસી રહ્યો નથી સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા કપાસ મગફળી જેવા પાક ને નુકશાન પહોંચે તેવી શક્યતાઓ છે. ત્યારે ભરુચ જિલ્લામાં પણ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પણ જોઈએ તેવો વરસાદ ન વરસતા ખેડૂતોના માથે ચિંતાની લકીરો જોવા મળી રહી છે. વરસાદના પગલે ખેડૂતોએ વાવણી કરી દીધી હતી પરંતુ વરસાદ ન વરસતા હવે પાણી વગર ઉભો મોલ સુકાઈ જાય તેવી શક્યતાઓ છે.ભરૂચ જિલ્લામાં હાલ સુધીમાં ખેતીલાયક વરસાદ વરસ્યો નથી અને હજુ પણ આગામી 5 દિવસ દરમિયાન સારો વરસાદ થાય તેવી આગાહી નહિવત છે ત્યારે ખેડૂતો હાલ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. એક તરફ વરસાદ નથી વરસી રહ્યો તો બીજી તરફ વાદળછાયા વાતાવરણના કારણે પૂરતો સૂર્ય પ્રકાશ પણ નથી મળી રહ્યો અને પરિણામે ખેડૂતોએ ખર્ચ કરી મોંઘા ભાવે વાવેલા બિયારણ નિષ્ફળ જાય તેવી પણ ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામના ખેડૂત રણછોડભાઈ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, વાવણી કર્યાને લાંબો સમય વીતી રહ્યો છે. ત્યારે આકાશમાંથી કાચુ સોનુ નથી વરસી રહ્યું. જેના પરિણામે અમારો ધરતીપુત્રોનો મહામુલો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવી રહ્યા છે. ત્યારે સરકાર કેનાલ મારફતે પૂરતું પાણી આપે અને પાકને બચાવી લે અથવા વહેલી તકે મેઘરાજા પોતાની કૃપાદ્રષ્ટિવબતાવે તેવી પ્રાર્થના.
ભરૂચ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદ હાથતાળી આપતા ખેડૂતોમાં ચિંતા…
Views: 76
Read Time:2 Minute, 12 Second