અમદાવાદ: શહેર ના વિનોબાભાવેનગર વિઝોલ મા રહેતા ૪૫ વષઁ ના કેમીકલ કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા સુરેશ પાટીલને થયો પ્રમાણિકતાનો સાક્ષાત્કાર. સુરેશભાઈ તેમની પત્ની સાથે શાકભાજી ખરીદી ને મણિનગર થી પરત ઘરે જતા પહેલા ગોર ના કુવા ના માગઁ પર ભુલ થી પોતાનો કિંમતી મોબાઈલ ભુલી ગયા હતા. સમી સાંજે ઘરે પરત ફરતા તેઓ ને ફોન યાદ આવતા તેઓ પરત મણિનગર ગોર ના કુવા માગઁ પર આવતા તે જગ્યા પર થી તેમનો ૩૫ હજાર ની કિંમત નો ફોન મળી શકયો ન્હોતો પરિણામે સુરેશ પાટીલ નિરાશ થઈ ગયા હતા.
ત્યાર બાદ સુરેશ પાટીલ ફોન ગુમ થઈ જવાની ફરિયાદ નોંધાવવા માટે વિવેકાનંદ પોલીસ પહોંચ્યા હતા. તે જ સમયે સુરેશ પાટીલને એક મિત્રનો ફોન આવ્યો કે ખોવાયેલો ફોન વેજલપુરના ૨૫ વર્ષીય યુવાન જૈનિક કોચરને મળ્યો છે અને ફોન પરત આવી લઈ જવાનું કીધું છે. સુરેશ પાટીલ તેમના મિત્ર સાથે વેજલપુર તાકીદે પહોંચી ને તે ફોન જૈનિક પાસે થી હેમખેમ પરત મેળવતા તેમનો આભાર માનવા ના કોઈ શબ્દ સુરેશ પાટીલ પાસે નહોતા.
સુરેશ પાટીલે જૈનિક ને ઈમાનદારી દાખાવવા બદલ રૂપિયા ૪૦૦૦ ઇનામ આપ્યું પરંતુ પ્રામાણિક જૈનિકે રૂપિયાનો અસ્વીકાર કર્યો. જૈનિકે જણાવ્યું કે મોબાઈલ તેના મૂળ માલિકને પરત કરવાની ખુશી છે અને તે સૌથી મોટી વાત છે.