ભરૂચ: 15 દિવસ માટે ઘર રહેવા આપ્યું અને કબ્જો કરી લીધો, સાહેબ અમને આ ત્રાસથી છુટકારો અપાવો બાકી આત્મવિલોપનની પરમિશન આપો:ઘર માલિકની ગૂહાર
દયા ડાકરને ખાઈ એ કહેવત સાર્થક થતો કિસ્સો ભરૂચના ચિસ્તીયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવ્યો
ભરૂચ શહેરમાં અવાર નવાર અનેક લોકો ઘરો પર કબ્જા કરી લેતા હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોઈ છે એવીજ એક ઘટના હાલ ભરૂચ શહેરના ચિસ્તિયા નગરમાં પ્રકાશમાં આવી છે જે ઘટના માં એક સિરીન નામની મહિલા ડોક્ટર બની અજીજ ભાઈ પાસે ઘર ભાડે લેવા આવી હતી પરંતુ અજીજ ભાઈ એ ઘર નથી એમ કહ્યું હતુ તો સીરીન નામની મહિલા એ હું સૈયદ છું અને ડોક્ટર છું મે ઘર લઈ લીધું છે 15 દિવસમાં દસ્તાવેજ થઈ જશે ત્યાં સુધી અમને ઘર આપો તો અજીજ ભાઈ એ સૈયદ હોવાના લીધે ઘર 15 દિવસ માટે આપ્યું હતું ત્યાર બાદ 15 દિવસ બાદ ઘર ખાલી કરવા કહેતા સિરિન એ ઘર હજી 15 દિવસ માટે આપો એમ કહ્યું હતું 1 મહિના બાદ પણ ઘર ખાલી નહિ કરતા અજીજ ભાઈ એ સિરીન ને ઘર ખાલી કરી આપો બાકી ભાડા કરાર કરી અમને ભાડું ચાલુ કરો એમ કહેતા સિરીન નામની મહિલા એ બળાત્કારનો કેસ આપીશ મારા ઘરમાં આવતા ના એમ કહી ત્રાસ ગુજારવાનું ચાલુ કરી દીધું હતુ અને ખોટા કેસો કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દીધું હતું આ સમગ્ર ઘટના અંગે અજીજ ભાઈ અને તેમના પરિવારે જિલ્લા કલેકટર તેમજ ભરૂચ જિલ્લા પોલીસ વડા પાસે આ ત્રાસથી છુટકારો અપાવો નહિ તો પોતાના પરિવાર સાથે આત્મવિલોપનની પરમિશન આપો ની માંગ કરી છે હવે જોવું રહ્યું કે ભરૂચ જિલ્લા પ્રશાસન અજીજ ભાઈ ના પરિવારને આ સિરીન ના ત્રાસથી છુટકારો અપાવે છે.