નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુંડા ફળિયા મિશ્ર શાળા 19 માં આજ રોજ “ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસીએશન દ્વારા વિદ્યાર્થીઓને નોટ બુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં હાજરી આપતા નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ સૈયદે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, દેશના અને વ્યક્તિના વિકાસમાં શિક્ષણની ભૂમિકા ખુબજ મહત્વની છે. જીવનમાં પ્રગતિ કરવી હશે તો એજ્યુકેશન લેવુ જ પડશે. શિક્ષિત માણસ જીવનના દરેક ક્ષેત્રે આગળ વધી પોતાની મંજિલ મેળવી શકે છે. આજના આધુનિક યુગમાં શિક્ષણ ખુબ જરૂરી છે માટે સૌ માત્ર ભણવા નહીં પરંતુ સારું ભણી કંઈક બનો એ માટે અભ્યાસ કરજો.મુંડા ફળિયા મિશ્ર શાળામાં નોટ બુક વિતરણ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ, કાઉન્સિલર ઈબ્રાહીમ કલકલ, શિક્ષણ સમિતિના સભ્ય ઝેનુદ્દીન કોન્ટ્રાક્ટર, ઈકબાલ પાતરાવાલા, રિઝવાના જમીનદાર, ઈમ્તિયાઝ પઠાન, ઈરફાન કાઝી, શાહીદ શેખ, શબાના બેન કાઝી તેમજ શાળાના આચાર્ય કુસુમબેન ગોહિલ અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુંડા ફળિયા મિશ્ર શાળા 19 માં “ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસીએશન દ્વારા નોટ બુક વિતરણ કરાયું
Views: 131
Read Time:1 Minute, 36 Second