ભરૂચ એ ડિવિઝન પોલીસે દહેજ બાયપાસ રોડ ઉપર અભ્યુદય આર્કેડમાં બિગ બોસ સ્પાના ઓથા હેઠળ ચાલતા દેહ વેપલાનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. એ.કે.ભરવાડને શ્રવણ ચોકડી નજીક આવેલા બિગ બોસ સ્પામાં દેહ વિક્રયનો વેપલો ચાલતો હોવાની માહિતી મળી હતી. જેમાં પોલીસે વેપલાને ઉજાગર કરવા એક ડમી ગ્રાહક ઉભો કરી કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો.દહેજ બાયપાસ રોડ ઉપર અભ્યુદય આર્કેડમાં બિગ બોસ સ્પામાં કુટણખાનું ચાલે છે તેવી ભરૂચ એ ડિવિઝન પોલીસને માહિતી મળી હતી. જેથી પોલીસે કુટણખાનાનો પર્દાફાશ કરાવવા માટે એક ડમી ગ્રાહક ઉભો કર્યો હતો. પોલીસે મોકલેલો અપરિચિત વ્યક્તિ ગ્રાહક બનીને ગયો હતો. જેમાં બિગ બોસ સ્પામાં ચાલતા દેહ વેપારનો ઘટસ્ફોટ થતા પોલીસે તુરંત અંદર રેડ કરી હતી. આ દરોડામાં 6 યુવતીઓ મળી આવી હતી.આ દરોડામાં નંદેલાવ રોડ પર વિશ્વંભર કોમ્પ્લેક્ષમાં રહેતો સ્પાનો સંચાલક રાકેશ મનુભાઈ વાળંદ દેહ વેપલો ચલાવતા પકડાઈ ગયો હતો. પોલીસે બે મોબાઈલ અને કાઉન્ટર પરથી રોકડા મળી રૂપિયા 13 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ઇમ્મોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી બિગ બોસ સ્પાના સંચાલકની ધરપકડ કરી હતી.પોલીસની રેડને લઈ ભરૂચમાં સ્પાના ઓથા હેઠળ ગોરખધંધા ચલાવતા અન્ય સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઝડપાયેલા સ્પાના સંચાલકના મોબાઈલ કોન્ટેક્ટ અને વ્હોટ્સએપ પરથી ભરૂચના કેટલાક પ્રબુદ્ધ નાગરિકોના નામો પણ બહાર આવી શકે છે તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.
ભરૂચમાં સ્પામાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ:પોલીસે સ્પાના સંચાલકની ધરપકડ કરી 6 યુવતીઓને મુક્ત કરાવી
Views: 79
Read Time:2 Minute, 17 Second