કંપનીના મુખ્ય પ્રબંધક નિલેશ ગાંધીના હસ્તે કરાયુ ખાતમુહૂર્ત…
તારીખ 17.04.2024 રામનવમી ના મહાપર્વના દિવસે ભરૂચના દહેજસ્થિત ગલેન્ડા જીઆઇડીસી માં જર્મન બેઝ કંપની લેકલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની નું કંપની ના મુખ્ય પ્રબંધક શ્રી નિલેશ ગાંધી સાહેબ દ્વારા આજે કંપની ના પ્લાન્ટ ના વિસ્તરણ માટે નવા પ્લોટનું ભૂમિ પૂજન નું આયોજન રાખવામાં આવેલ હતું. આ પ્રસંગે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર માનનીય શ્રી સુરેશ વસાણી સાહેબ તેમજ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અશોક પાટીલ સાહેબ અને માર્કેટિંગ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સંતોષ ચાકો સાહેબ મુંબઈથી સહ પરિવાર હાજર રહ્યા હતા તેમજ તેમની ઉપસ્થિતિમાં આજના ભૂમિ પૂજન નું કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને ઉત્સાહથી પરિપૂર્ણ થયું હતું.
લેક્લર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નો અત્યારનો પ્લાન્ટ વરસ 2020 માં કાર્યરત થયો હતો અને આ પ્લાન્ટ ખૂબ ટૂંકા સમય માં હરણફાડ પ્રગતિ કરીને આજે આ જ પ્લાન્ટનું બીજા 7,500 સ્ક્વેર મીટર નું વિસ્તરણ કરી રહી છે જેનું મુખ્ય ઉત્પાદન વોટર સ્પ્રે નોઝલ્સ, સિલેકટ્રો સ્પ્રે સિસ્ટમ તેમજ ડ્રોપલેટ સેપરેટર અને અન્ય સ્પ્રે સિસ્ટમ જે પર્યાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. લેકલર ઇન્ડિયા લિમિટેડ કંપની આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ મેક ઇન ઇન્ડિયા ના અંતર્ગત ભારતને આત્મનિર્ભર બનાવવા ના ભાગરૂપે કાર્યરૂપ છે અને સાથે સાથે ભારત વર્ષની બહાર પણ 45% જેટલું ઉત્પાદન મોકલાવી રહી છે.
તેમજ કંપનીના મુખ્ય પ્રબંધક દ્વારા મહિલાઓને પ્રોત્સાહન ના ભાગરૂપે કંપનીમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો.