0
0
Read Time:1 Minute, 8 Second
11 એપ્રિલ 2022ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લાના કો-ઓર્ડીનેટર ભાવિનીબેન ઠાકર તેમજ ભરૂચ તાલુકાના કિરણબેન જોગીદાસ દ્વારા ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં યોગ સંવાદ યોજવામાં આવ્યો આ યોગ સંવાદનું આયોજન ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના હેડ વિશાલભાઇ દોશી દ્વારા કરવામાં આવ્યું હતુ તેઓ ખુદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર છે.વિશાલ દોશી તેમની કોલેજમાં વિદ્યાર્થીઓની સવારે એક કલાક યોગ કરાવે છે અને યોગ માટે જાગૃતિ ફેલાવે છે. ભાવિનીબેન ઠાકર કથા કિરણબેન જોગીદાસ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓની યોગ શા માટે કરવો જોઈએ યોગ જીવનમાં સફળ થવા માટે કેવી રીતે ઉપયોગી છે એ અંગેની સમજ આપી હતી.