પરિણીતાને ઇશારા કરીને છેડતી કરતાં લોકોએ મેથીપાક ચખાડ્યો
ભરૂચના તવરા રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી પરીણિતા તેના ફ્લેટની લોબીમાં પતિની રાહ જોઇને ઉભી હતી. તે વેળાં એક શખ્સે તેમની લોબી સામે નીચે આવી તેમને ઇશારા કરી અભદ્ર શબ્દો ઉચ્ચાર્યાં હતાં. દરમિયાનમાં તેના પતિએ આવી જતાં તેને જોઇ જતાં સોસાયટીના સભ્યો એકત્ર થતાં તેમણે શખ્સને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો.ભરૂચના તવરા રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી મહિલાનો પતિ નોકરીએ ગયાં હતાં. તેઓને આવતાં મોડું થયું હોઇ મહિલા તેમના ઘરની લોબીમાં ઉભી રહીને તેમના પતિની રાહ જોઇ રહી હતી. અરસામાં એક શખ્સ તેમની સોસાયટીમાં એક શખ્સ સ્કૂટર લઇને આવી તેમની લોબીની સામે નીચે ઉભો રહ્યો હતો. તેણે તેનો મોબાઇલ કાઢી ચાલુ કરી તેની સામે જોઇ તેનો હાથ હલાવી ઇશારા કરતો હતો. તેમજ તેમની લોબી પાસે આવી અભદ્ર વાક્યો બોલતો હતો.જેથી તેમણે સોસાયટીના પ્રમુખન જાણ કરતાં તેમજ તેમના પતી અવાી જતાં તેમને કહેતાં તેઓએ તેને ઝડપી પાડ્યો હતો. લોકોનું ટોળું એકત્ર થતાં તેને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. મામલામાં મહિલાએ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.