ભરૂચ સબજેલમાંથી 2 મોબાઈલ અને એક સીમકાર્ડ મળી આવ્યું હતું. અમદાવાદ ઝડતી સ્કવોર્ડની ટીમે શુક્રવારે સબજેલમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન 10 મિનિટમાં જ બે મોબાઈલ અને એક સીમકાર્ડ મળી આવતા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો છે.અમદાવાદ ઝડતી સ્કવોર્ડ જેલર ગ્રુપ 2 ના દેવશી કરંગીયા તેમના 6 જવાનોની ટીમ સાથે શુક્રવારે બપોરે ભરૂચ સબજેલમાં જડતી માટે આવી પોહચ્યાં હતા. જેલ ઇન્ચાર્જ અધિક્ષક, ડ્યુટી જેલર અને સ્ટાફને સાથે રાખી ભરૂચ જેલમાં 3 કલાકથી વધુ સમય સુધી ચેકીંગ હાથ ધરાયુ હતું. ચેકીંગમાં 10 મિનિટમાં જ સર્કલ 22 ની બેરેક સી એક અને બી 11 વચ્ચેથી મોબાઈલ અને સી 22 ની બેરેકના બાથરૂમમાંથી સીમ સાથેનો મોબાઈલમાં મળી આવ્યો હતો. ઝડતી સ્કવોર્ડે ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી આ 2 મોબાઈલ અને 1 સીમકાર્ડ જેલમાં કેવી રીતે કોની મદદથી આવ્યા અને તેનો ઉપયોગ 29 કેદીઓ પૈકી ક્યાં ક્યાં કેદીઓએ કર્યો છે તે અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ સબ જેલમાંથી 2 મોબાઈલ અને એક સીમકાર્ડ મળી આવ્યું, પોલીસ મથકે ગુનો દાખલ કરાયો
Views: 66
Read Time:1 Minute, 28 Second