Read Time:3 Minute, 33 Second
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચમાં ૧૦૭૨૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૩૬ પરીક્ષા કેન્દ્રો અને ૩૫૮ બ્લોકમાં પરીક્ષા માટેની વ્યવસ્થા કરાઇ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
આગામી તા.૨૪ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૩:૦૦ કલાક સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની પરીક્ષા સમગ્ર રાજ્ય સાથે ભરૂચ ખાતે પણ યોજાનાર છે. આ પરીક્ષાના સુચારૂં સંચાલન માટે ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ભરૂચના સભાખંડમાં બેઠક યોજાઇ હતી. કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્રના પ્રવેશ પર જ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મોબાઇલ કે કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે ન પ્રવેશે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સાથે તેમણે પરીક્ષાના સરળ સંચાલન માટે પરીક્ષા સાથે સંકળાયેલ સ્ટાફને પણ પરીક્ષા કેન્દ્ર અને તેનાં પરિસરમાં મોબાઇલ કે કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે પ્રવેશે નહીં તે અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં દરેક કેન્દ્ર પર સી.સી.ટી.વી., એસ.ટી. બસની વ્યવસ્થા, વિજળીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, પરીક્ષા દરમિયાન વિજળીની વ્યવસ્થા, પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ સહિતના વિષયોની ચર્ચા કરવામાં આવી હતી અને પરીક્ષાનું આયોજન નિષ્પક્ષ, તટસ્થ, ભેદભાવરહિત તથા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ઉપયોગી માર્ગદર્શન કલેક્ટરશ્રીએ પુરૂ પાડ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નવનિત મહેતાએ મંડળના પ્રતિનિધિઓ, તકેદારી અધિકારી, સુપરવાઈઝરો, પરીક્ષા પૂર્વે, દરમિયાન અને ત્યારબાદ ધ્યાનમાં લેવાની બાબતોની વિગતવાર જાણકારી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભરૂચ જિલ્લામાં ૧૦૭૨૫ ઉમેદવારો પરીક્ષા આપનાર છે. ૩૬ પરીક્ષા કેન્દ્રો અને ૩૫૮ બ્લોકમાં પરીક્ષા માટેની વ્યવસ્થા કરાઇ છે. મંડળના ૩૬, તકેદારી અધિકારી ૩૬ અને રૂટ સુપરવાઈઝર ૧૪ કામગીરી સાથે સંકળાયેલ છે અને પરીક્ષા યોજવાં માટે તંત્ર સજ્જ છે.આ બેઠકમાં મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, મામલતદારશ્રી રોશનીબેન, મંડળના પ્રતિનિધિ, તકેદારી અધિકારી, સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.