0
0
Read Time:1 Minute, 3 Second
જંબુસરની નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધ સરફુદ્દીન મયુદ્દીન મલેક જંબુસર એસ.ટી બસ ડેપોના કમ્પાઉન્ડમાં ઉભા હતા તે દરમિયાન જંબુસર ડાભા ગામની જતી એસટી બસ નંબર-જી.જે.૧૮.ઝેડ.૫૫૬૯ના ચાલકે બસ પુરપાટ ઝડપે હંકારી ડેપોમાં ઉભેલ વૃદ્ધ સરફુદ્દીન મયુદ્દીન મલેકને ટક્કર મારી તેઓના શરીર ઉપરથી બસના પૈંડા ફરી વળતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતને પગલે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે જંબુસર પોલીસ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બસ ચાલકોની બેદરકારીને પગલે એક વિદ્યાર્થીના પગ ઉપરથી બસના ટાયરો ફરી વળ્યા હતા.