ભરૂચ તાલુકાનું દહેગામ ગામ બુલેટ ટ્રેન, DFC ગુડ્ઝ ટ્રેક, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ અને ભરૂચ-દહેજ એક્સપ્રેસ વે નું જંકશન ટર્મિનલ બનવા જઈ રહ્યું છે. જ્યાં તમામ રેલ & રોડ પ્રોજેકટ ભેગા મળી રહ્યાં છે. ભરૂચ-દહેજ માર્ગ ઉપર હાલના 70 હજાર વાહનો અને ભવિષ્યમાં વધનારા શહેરી, ગ્રામ્ય તેમજ ઔદ્યોગિક ટ્રાફિકના ભારણને લઈ દહેજને મેક્સિમ રોડ અને રેલ કનેક્ટિવિટી આપવા ઉપર કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર ભાર મૂકી રહી છે.દેશના અન્ય મહત્વના બંદરોની જેમ દહેજને કેન્દ્ર સરકારે ત્રીજા ગુડ્ઝ ટ્રેન માટેના અલગ ટ્રેક DFC દિલ્હી-મુંબઈ જોડે સાંકડી લીધું છે. એવી રીતે જ બુલેટ ટ્રેનમાં પણ ભરૂચનું સ્ટેશન દહેગામ ખાતે બનાવી દહેજમાં દેશ અને દુનિયાના આવતા કોર્પોરેટ્સ માટેની ઝડપી મુસાફરીની વ્યવસ્થાને પ્રાધાન્ય આપ્યું છે. સાથે જ દિલ્હી-મુંબઈ 8 લેન એક્સપ્રેસ વે પણ ભરૂચમાંથી આ જ રૂટ પરથી અન્ય બે પ્રોજેકટને સમાંતર પસાર થાય છે. આ એક્સપ્રેસ વે નું ઇન્ટર ચેન્જ ભરૂચમાં દહેગામ ખાતે જ અપાયું છે. જેથી કરી ને દિલ્હી-મુંબઇથી દહેજ પોર્ટ અને ઔધોગિક વસાહતમાં આવતા ગુડ્ઝ વાહનો આ એકપ્રેસ વે નો ઉપયોગ કરી ભરૂચ સિટીમાં પ્રવેશ્યા વગર સીધા જ દહેજ પોહચી શકે.હવે આ લીંકને દહેગામથી દહેજ સુધી જોડી દેશે ભરૂચ-દહેજ એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ વે. જેની જાહેરાત શુક્રવારે રાજ્ય સરકારે તેના બજેટમાં કરી છે. રૂપિયા 800 કરોડના ખર્ચે બનનાર 45 કિલોમીટર લાંબો આ 8 લેન એકસપ્રેસ વે દહેગામથી ડાયરેકટ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે જોડે સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
દહેગામ બની જશે બુલેટ ટ્રેન DFC ગુડ્ઝ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ અને ભરૂચ-દહેજ એક્સપ્રેસ વેનું જંકશન
Views: 80
Read Time:2 Minute, 23 Second