ઝઘડિયા : રસ્તા વચ્ચે ઉભેલી શેરડી ભરેલી 35 ટન ટ્રકની પલટી, ડ્રાઈવરને ઇજા..

Views: 64
0 0

Read Time:2 Minute, 22 Second

વાઇરલ થયેલા વિડીયોથી ધમાચકડી

– શેરડી ઠુસી ઠુસીને ભરતા એક્સેલના પાટા તૂટી જતા સર્જાઈ ઘટના

– ચાલુ ટ્રકે ઘટના ઘટી હોત તો અન્ય વાહનો
નું શુ હાલત થાત?

ઝઘડિયા રોડ પર ઓવરલોડેડ વાહનો બેફામ દોડી રહ્યા હોવાની અવારનવાર બુમો ઉઠે છે.

ત્યારે મંગળવારે મુખ્ય માર્ગ પર ઓવરલોડેડ શેરડી ભરેલી ટ્રક ની એક્સેલો (પાટાઓ) તૂટી જતા ઉભેલી ટ્રક પલટી મારી હોવાનો વિડીયો વાઇરલ થતા લોકોમાં અચરજ સાથે ભય ફેલાયો છે.

ભરૂચ જિલ્લાની ઝઘડિયા પટ્ટી પર ઓવરલોડેડ રેતી, માટી સહિતના ખનીજો ઓવરલોડેડ ભરેલા વાહનો બેફામ દોડી રહ્યા હોવાની બુમો અવારનવાર ઉઠતી રહે છે. જેના કારણે જીવલેણ અકસ્માતો સાથે રસ્તાઓની પણ દુર્દશા સર્જાઈ છે. ડિસેમ્બર માંજ ભરૂચ ખાણ ખનીજ વિભાગે ભુમાફિયા અને ઓવરલોડેડ વાહનો પર તવાઈ બોલવવાની શરૂઆત કરી હતી.

ત્યારે મંગળવારે ઝઘડિયા મુખ્ય માર્ગ પર વિચિત્ર ઘટનાનો વાયરલ થયેલા વિડીયોએ ચકચાર મચાવી છે. ડબલ એક્સેલ 6 પૈડાંની ટ્રક નું વજન 20000 કિલો (20 ટન) જેટલું હોય છે. એ જ ટ્રકમાં 15 ટન જેટલી શેરડી ભરેલી હોય એક્સેલ પાટાઓ ઓવરલોડેડ ટ્રક ને કારણે તૂટી પડતા જમણી તરફની એક્સેલો બેસી જતા ઉભેલી ટ્રકે પલટી મારતા રસ્તા પર જ ટ્રક ઉંધી વળી ગઈ હતી. ટ્રક માં રહેલો ડ્રાઈવર પણ ધડામ દઇ સીટ પર બેઠા બેઠા જ જમીન પર પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો. ટ્રક ઉંધી પડતા ઓવરલોડેડ શેરડી રસ્તા પર રેલમછેલ થઈ ગઈ હતી. જો ટ્રક ની બાજુમાં અન્ય કોઈ વાહન હોત કે ચાલુ ટ્રકે આ બનાવ બન્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાત.

હાલ તો વાયરલ વિડીયો એ લોકોમાં હાસ્યનું મોજું પણ ફેલાવ્યું છે સાથે જ ભયનો માહોલ પણ ઉભો કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

લ્યો કરો વાત હવે ફરજિયાત મુલદ ટોલ માટે ભરૂચ વાસીઓએ પણ રૂ.૨૭૫ નો પાસ લેવો પડશે..

Tue Dec 22 , 2020
Spread the love              ભરૂચ ના મુલદ ટોલ પ્લાઝા સહિત દેશભરમાં ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી ફોર વ્હિલર સહિતના વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત થશે. ફાસ્ટેગ વગર ના વાહન ચાલકો ને ૧ જાન્યુઆરી થી ડબલ રૂપિયા વસૂલવામાં આવશે જેના પગલે ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિક નું ભારણ વધશે. જે લોકોએ ફાસ્ટેગ નથી લગાવ્યા તેમણે […]

You May Like

Breaking News

error: Content is protected !!