ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ જાણે રાજ્યની સરકારી બસો માટે એક્સિડન્ટ ડેસ્ટિનેશન બની રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ બ્રિજ પર 8 સરકારી બસોના અકસ્માત સર્જાયા છે. ગુરૂવારે મોડી રાતે વધુ બે બસો અકસ્માતગ્રસ્ત બની હતી.નર્મદા મૈયા બ્રિજ ઉપર હાલમાં જ સરકારી એસ.ટી. બસોને અવરજવર માટે પરવાનગી અપાઈ હતી. જોકે જ્યારથી સરકારી બસની સફર આ ફોરલેન સેતુ પરથી શરૂ થઈ છે ત્યારથી અકસ્માતોની હારમાળા સર્જી રહી છે. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ સરકારી ST બસનો અકસ્માત ઝોન બની રહ્યો હોવા છતાં ડ્રાઈવરોને સ્પીડ નિયંત્રણ અંગે કોઈ પગલાં લેવામાં આવી રહ્યાં નથી.ગુરૂવારે રાત્રીના બે અલગ અલગ બનાવમાં સુરત તરફથી ભરૂચ આવતી સરકારી બસે ઇકો ચાલકને પાછળથી ટક્કર મારતા ઇકો ને નુકશાન થયું હતું. જોકે અંદર બેસેલા ડ્રાઈવર સહિત અન્ય લોકો તેમજ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે રાત્રે 1 વાગ્યાના સુમારે બીજો અકસ્માત ભરૂચ તરફ થયો હતો. બસ ચાલક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ પર ડિવાઈડર સાથે ભટકાઈ હતી. સદનસીબે બન્ને બનાવમાં કોઈ જાનહાની થયેલ ન હતી. એસ.ટી. બસો નર્મદા મૈયા બ્રિજ પર કોઈ જાન કે માલહાની સર્જે તે પેહલા ST ડ્રાઈવરોને બ્રિજ પર કઈ રીતે, કેટલી ઝડપે બસ હંકારવી તેના પાઠ ભણાવાય તે હિતાવહ બની રહ્યું છે.
સરકારી બસો માટે અકસ્માતોનું નવું સરનામું બનતો ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ, મધરાતે બે ST બસોને અકસ્માત નડ્યો, ઇકોને પણ નુકશાન
Views: 52
Read Time:1 Minute, 50 Second