અમરેલી જિલ્લા નું પત્રકાર એકતા પરિષદ અધિવેશન શંતાબા ગજેરા હોલ માં યોજાયું..

Views: 82
1 0

Read Time:7 Minute, 43 Second

અમરેલી જિલ્લા નું પત્રકાર એકતા પરિષદ અધિવેશન શંતાબા ગજેરા હોલ માં યોજાયું..

કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને ઉપ દંડક કૌશિક વેકરીયા ખાસ ઉપસ્થિત..

રજસ્થ મહેમાનો અને પ્રદેશ અધ્યક્ષ,પ્રભારી ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ નો પ્રારંભ..

 પત્રકાર એકતા સંગઠન નું 16 મુ જિલ્લા અધિવેશન અમરેલી જિલ્લા ના શાંતાબા ગજેરા હોલમાં સાંસદ સહિત તમામ અમરેલી જિલ્લા ના ધારાસભ્યો,આમંત્રિત મહેમાનો,વરિષ્ઠ પત્રકારો,વકીલો ને ગુજરાતભરના જિલ્લા પ્રમુખો,ઝોન પ્રભારીઓ,પ્રદેશ હોદ્દેદારો,મહિલા વિગ,આઇ. ટી.સેલ,લીગલ સેલ ની હાજરી તેમજ અમરેલી જિલ્લા ના તમામ પત્રકારો ની વિશાળ હાજરી સાથે યોજાયું..
કાર્યક્રમ ના પ્રારંભે ફૂલ છોડ સસ્તા દરે વિતરણ કરતી રાજકોટ ની સંસ્થા ના ફૂલ છોડ વિતરણ બાદ હોલ માં મહેમાનો,રાજકીય આગેવાનો અને પ્રદેશ હોદ્દેદારો,જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાઓ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અધિવેશન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો..

મંચસ્થ મહેમાનો નું ફૂલહાર,પુષ્પ ગુચ્છ,અને સ્મૃતિ ભેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું..અમરેલી જિલ્લા ના રાજકીય આગેવાનો સાંસદ નારણ ભાઈ કાછડીયા એ ચોથી જાગીર નું સ્થાન ધરાવતા પત્રકારત્વ ને શુભેચ્છાઓ પાઠવી મજબૂત સંગઠન નો આશાવાદ વ્યક્ત કર્યો હતો,વિરજીભાઈ ઠુમ્મર દ્વારા સંગઠન ને બિરદાવી જિલ્લા ના તમામ પત્રકારો પ્રથમ વાર એક મંચ પર જોવા નો અવસર પ્રાપ્ત થયા ની ખુશી વ્યક્ત કરી પત્રકારત્વ નું દેશમાં ખૂબ મહત્વનું યોગદાન હોવાનું કહી શુભેચ્છા પાઠવી હતી, સાવાર કુંડલા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા એ એક પ્રવકતા ની શૈલી માં પત્રકારત્વ ની જરૂરિયાત,યોગદાન,સંગઠન ને શુભેચ્છાઓ પાઠવી હતી..જે.વી કાકડીયા,જનક ભાઈ તળાવિયા અને અધ્યક્ષ સ્થાને બિરાજતા ઉપ દંડક શ્રી કૌશિક વેકરીયા દ્વારા આ અધિવેશન ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આર્થિક યોગદાન આપી સફળ બનાવવા તેમજ જિલ્લા ના પત્રકારો નાના કે મોટા તમામ ને સારી સન્માન જનક ગિફ્ટ ની વ્યવસ્થા દાતાઓ દ્વારા કરવામાં આવી હતી..
મંચસ્થ મહેમાનો ને સ્મૃતિ ભેટ,ઘડિયાળ સાથે ચાંદી નો સિક્કો આપી સન્માનિત કર્યા હતા જ્યારે તમામ પત્રકારો ને બે પ્રવાસી બેગ,લેપટોપ કીટ,સહિત ભેટ આપી સન્માનિત કર્યા હતા..
પ્રદેશ પ્રભારી ગૌરાંગ પંડ્યા દ્વારા આ સંગઠન ની આછેરી જલક રજૂ કરી આગામી આયોમો સર કરનારી સંસ્થા માં સૌ પત્રકારો ને જોડાવા હાકલ કરી હતી,પીળું પત્રકારત્વ પત્રકાર જગત ને કલંકિત કરે છે,જેને આ સંગઠન ક્યારેય સમર્થન કરતું નથી તેવી સ્પષ્ટતા કરી હતી..
જિલ્લા પ્રભારી આર. બી રાઠોડ,જોન પ્રભારી,સહ પ્રભારી, કોર્ડીનેટર ને પણ આ તકે ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉપસ્થિત ૧૫ જેટલા જિલ્લા ના પ્રમુખો ને એક સાથે સન્માનિત કર્યા હતા,તેમજ પ્રદેશ હોદ્દેદારો નું,મહિલા વિગ પ્રમુખ કાજલ વૈષ્ણવ નું અને દરેક જિલ્લા માંથી ઉપસ્થિત હોદ્દેદારો નું સન્માન સ્ટેજ પર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ખાસ કાર્યક્રમો માં વ્યસ્ત હોવા છતાં જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ ઉપસ્થિત રહ્યા અને પત્રકારો ની ભૂમિકા પોલીસ માટે ખૂબ મહત્વની હોય ખૂબ સહયોગ મળતો હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો..
છેલ્લે પ્રદેશ અધ્યક્ષ તેની સંગઠન ની ગાઈડ લાઈન,બનતી ઘટનાઓ,નાના મોટા ના ભેદભાવ વિનાનું સંગઠન અને બોગસ પત્રકારો ની ભૂમિકા ની વિગતે રજૂઆત બાદ પોતાના સંગઠન ની કામ કરવાની રીત,ગાઈડ લાઈન રજુકરી પરિવાર ભાવે ભેળાં બેસી શકે ત્યારે સંગઠન થયું કહેવાય,”જેના અન્ન ભેળાં એના મન ભેળાં” કહેવત સાથે દરેક જિલ્લા માં ત્રણ ત્રણ વાર મીટીંગો યોજી સંગઠન ને આખરી સ્વરૂપ આપી અધિવેશન નો પ્રારંભ અરવલ્લી જિલ્લા થી શરૂ કરી આજે જિલ્લા અધિવેશન માં અમરેલી અધિવેશન ૧૬ મું જિલ્લા અધિવેશન છે,જેમાં પત્રકારો ને ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી જેવી ગિફ્ટ આપી સન્માનિત કર્યા છે.
આ સંગઠન પત્રકારો ના ૧૪ માંગણીઓ સરકાર સમક્ષ, પત્ર થી,આવેદન ના માધ્યમથી દરેક જિલ્લા માંથી,ત્યારબાદ ધારાસભ્યો કે સાંસદ સભ્યો ના ભલામણ પત્રો અને છેલ્લે ત્રણ ત્રણ બેઠકો ટેબલ ટોક માટે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે ચર્ચા કરી ચુંટણી આચારસંહિતા સુધી મથામણ કરી છે,જે બાબતે ફરી આગળ વધવા અને સમસ્યાઓ નો ઉકેલ એજ પત્રકારો નું સાચું સન્માન હોવા નો આશાવાદ વ્યક્ત કર્યો હતો..
રાજ્ય નું સૌથી સક્રિય,આયોજન પૂર્વક સૌને સાથે રાખી કામ કરતું એક માત્ર સંગઠન પત્રકાર એકતા પરિષદ છે,જે ૩૩ જિલ્લા માં જિલ્લા કારોબારી,252 તાલુકામાં તાલુકા કારોબારી અને ૧૨ ઝોન તેમજ પ્રદેશ મહિલા વિગ,આઇ. ટી સેલ..લીગલ સેલ સાથે કાર્યરત છે.. છેલ્લે ઉપસ્થિત રાજસ્થ મહાનુભાવો,સહયોગી દાતાઓ, વરિષ્ઠ પત્રકારો,હોલ,ભોજન અને ગિફ્ટ ના સહયોગીઓ ને યાદ કરી અભિનંદન પાઠવ્યા ને આભાર વ્યક્ત કર્યો હતો,જિલ્લા ભરમાંથી ઉપસ્થિત ૩૦૦ જેટલા પત્રકારો,અન્ય જિલ્લા ના પ્રમુખો,ઝોન ટીમ,પ્રદેશ હોદ્દેરો સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો..
જિલ્લા અધ્યક્ષ ને નિયુક્તિ પત્ર પ્રદેશ પ્રમુખ દ્વારા તેમજ જિલ્લા કારોબારી ના તમામ ને નિયુક્તિ પત્રો પ્રદેશ અધ્યક્ષ,જિલ્લા અધ્યક્ષ તેમજ તાલુકા પ્રમુખો ને નિયુક્તિ પત્રો જિલ્લા ટીમ દ્વારા આપી કારોબારી ની જાહેરાત કરવામાં આવી હતી..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

મહેસાણા તાલુકા પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી

Wed Mar 8 , 2023
Spread the love             મહેસાણા તાલુકા પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી સામે આવી છે. વિગતો મુજબ પોલીસ સ્ટાફે હોળી પર્વની ઉજવણી અનોખી રીતે કરી હતી. જે અંતર્ગત મહેસાણા શહેરમાં આવેલા માનસિક દિવ્યાંગ બાળકો સાથે પોલીસ સ્ટાફે મળીને હોળીના પર્વની ઉજવણી કરી બાળકોને ખુશી આપવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો.મહેસાણા તાલુકાના પી.આઈ વી.આર.વાણીયાએ પોતાના […]

You May Like

Breaking News

error: Content is protected !!