વિશાલ મિસ્ત્રી રાજપીપળા: કોરોનાના કહેર વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, લોકોના વેપાર ધંધા અને નોકરીના પણ ઠેકાણા નથી.ભયના ઓથા હેઠળ જીવી રહેલા લોકો પર શિક્ષણને વ્યાપાર બનાવી દુકાનો ખોલી બેઠેલા ખાનગી સ્કૂલોના સંચાલકો ફી ભરવા દબાણ કરી અત્યાચાર કરે છે તો એમને હવે માનવતાના પાઠ ભણાવવા જરૂરી બન્યા છે. વાત છે રાજપીપળા નજીક વડીયા ગામમાં આવેલી ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલની, સ્કૂલ દ્વારા લોકડાઉનમાં પણ ટ્રાન્સપોર્ટ ચાર્જ લેવાતો હોવાનો ગંભીર આક્ષેપ વાલીઓએ લગાવતા ખળભળાટ મચ્યો છે.બીજી બાજુ આ મામલે ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેકટર પરેશ શાહે મીડિયાને ઉદ્ધત જવાબો આપ્યા હતા.
- લોકડાઉનમાં ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ફૂડ બિલ વસૂલી સરકારના નીતિ નિયમોને ઘોળીને પી ગયા હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાધિકારી પગલાં ભરે એવી માંગ
- વાલીઓની ગેરસમજ થઈ છે, અમે વર્ષ 2019-20 નો ટ્રાન્સપોર્ટ ચાર્જ વસુલ્યો છે 2020-21 નો નહિ: રવિભાઈ દિલીપ ભાઈ શેઠ, ટ્રસ્ટી ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ
કોરોના મહામારીમાં 24 મી માર્ચ 2020 ના રોજ સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું, એ બાદ શાળાઓ બંધ કરાઈ હતી.રાજપીપળાની ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ પર અમુક વાલીઓ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લેવા આવ્યા ત્યારે એમની પાસે ટ્રાન્સપોર્ટ ચાર્જ વસુલાયા બાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપાયું હોવાના આક્ષેપ વાલીઓએ લગાવ્યો છે.ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામના ચિરાગ પટેલે જણાવ્યા મુજબ મારો બાળક મોક્ષ લોકડાઉનને લીધે માર્ચ, એપ્રિલ, મેં એમ ત્રણ મહિના સ્કૂલે આવ્યો જ નથી, જેથી એ સ્કૂલ કેન્ટીનમાં જમ્યો પણ નથી, તો ટ્રાન્સપોર્ટ અને ફૂડ ચાર્જ બિલકુલ વ્યાજબી ન કહેવાય.ગયા સત્રમાં ત્રણ મહિના પગારને લઈને શિક્ષકો હડતાલ પર રહ્યા ત્રણ મહિના બાળકો ભણ્યા નથી। એવું બધું વાલીઓ માફ કરે છે તો આવી કોરોનાની પરિસ્થિતિ માં ફી માફ કરવાની વાત તો દૂર ખોટી ફી ઉઘરાવી વાલીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે અને આંદોલન કરીશું.
તો રાજપીપળા નજીકના ભદામ ગામની વિધવા મહિલા શીતલબેન પટેલે જણાવ્યું હતું કે,
“મારી દીકરી પ્રિયંકા ધોરણ 8 માં ભણે છે.મેં માર્ચમાં તેનું લિવિંગ સર્ટી કાઢવાની વાત કરી હતી ત્યારે પછી કાઢી આપીશું એવું કહ્યું હતું અને લોકડાઉન થઇ ગયું.હવે શાળા ખુલી નથી સત્ર ચાલુ થયું નથી છતાં હું લિવિંગ સર્ટી લેવા ગઈ ત્યારે શાળા સંચાલકોએ મારી પાસે આ નવી ટર્મના 1960 રૂપિયા ભરાવ્યા પછી સર્ટી આપ્યું.આવી દાદાગીરી કરતી શાળાઓ સામે પગલાં ભરવા જોઈએ.”
અમે ગયા વર્ષનું બાકી લેણું લીધું છે એ વર્ષનું નહિ, વાલીઓને ગેરસમજ થઈ: રવિ દિલીપ શેઠ, ટ્રષ્ટિ ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ
ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી રવિભાઈ દિલીપભાઈ શેઠે જણાવ્યું હતું કે,
“વાલીઓ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લેવા આવ્યા હતા, એમનું વર્ષ 2019-20 નું બાકી લેણું લીધું છે, ચાલુ વર્ષ 2020-21 નું નથી લીધું.વાલીઓને ગેરસમજ ઉભી થઈ છે.લોકડાઉન દરમિયાન અમે કોઈ પણ વાલી પાસે વધારાની ફી લીધી જ નથી.વાલીઓ લિવિંગ સર્ટિફિકેટ લેવા આવે તો જૂનું બાકી લેણું લેવું જ પડે.”
હું તમને જવાબ આપવા બંધાયો નથી, ડાયરેકટર પરેશ શાહનો ઉદ્ધત જવાબ
“હું તમને કોઈ જવાબ આપવા બંધાયો નથી.મને ટ્રષ્ટિમંડળ કહે એવું કરવું પડે.મેં વાલીઓને કહ્યું હતું તમે આ મામલે ટ્રસ્ટી જોડે વાત કરો.જો ટ્રસ્ટી કહે તો એમને પૈસા પરત આપી દઈશું.હું વાણિયો અને તમે પત્રકાર, વાણીયા અને પત્રકાર વચ્ચે 36 નો આંકડો છે હું વધારે વાત નહિ કરું મને યોગ્ય નહિ લાગે તો હું ફોન બંધ કરી દઈશ.તમે ઊંચા અવાજમાં વાત કેમ કરો છો એમ પૂછતાં પરેશ શાહે જણાવ્યું કે મારી વાત કરવાની આવી જ સ્ટાઈલ છે લોકશાહીમાં તમને જેવો લખવાનો અધિકાર છે એવો જ મને બોલવાનો અધિકાર છે.લખવું હોય તો લખો, તમને જેવું ઠીક લાગે એવું કરો.”
ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર પરેશ શાહે ઉદ્ધત જવાબ આપતા જણાવ્યું કે
