
અંકલેશ્વર ડિલિવરી ખાતે ઓરિસ્સાના બે કેરિયર બનેવીએ બે ટ્રોલી બેગ અને એક બેકપેકમાં આપેલા 28.279 કિલો ગાંજો લઈ સિકંદરાબાદથી ટ્રેનમાં રેલવે પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસે કુલ રૂ. 2.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ રેલવે સ્ટેશનના PSI એસ. કે. રણા અને સ્ટાફના જવાનો અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં દિવસ સ્ટેશન ડ્યુટીની ફરજ પર હાજર હતા. તે સમય દરમિયાન અંકલેશ્વર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.1 ઉપર આવી ઉભી રહેતા સદર ટ્રેન નં. 22718 સિકન્દ્રાબાદ-રાજકોટ સુપરફાસ્ટ એકસપ્રેસ (ડાઉન)ના વચ્ચે ભાગેથી બે ઇસમો ઉતરીને શકમંદ હાલતમાં હેડ કોન્સ્ટેબલ રમેશ જેસીંગભાઇએ પોલીસ માણસોની મદદથી તેમને રોકી તેમની પાસેના સામાનની તલાસી લેતા બંને મુસાફરોની ટ્રોલી બેગ અને બેકપેક ખોલતા અંદરથી પ્લાસ્ટિકની થેલીઓમાં સેલોટેપથી વિટાળેલાં પેકેટો મળી આવ્યા હતા.ભરૂચ રેલવે સ્ટેશનના PSI એસ. કે. રણા અને સ્ટાફના જવાનો અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં દિવસ સ્ટેશન ડ્યુટીની ફરજ પર હાજર હતા. તે સમય દરમિયાન અંકલેશ્વર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.1 ઉપર આવી ઉભી રહેતા સદર ટ્રેન નં. 22718 સિકન્દ્રાબાદ-રાજકોટ સુપરફાસ્ટ એકસપ્રેસ (ડાઉન)ના વચ્ચે ભાગેથી બે ઇસમો ઉતરીને શકમંદ હાલતમાં હેડ કોન્સ્ટેબલ રમેશ જેસીંગભાઇએ પોલીસ માણસોની મદદથી તેમને રોકી તેમની પાસેના સામાનની તલાસી લેતા બંને મુસાફરોની ટ્રોલી બેગ અને બેકપેક ખોલતા અંદરથી પ્લાસ્ટિકની થેલીઓમાં સેલોટેપથી વિટાળેલાં પેકેટો મળી આવ્યા હતા.