મિલ્કસિટી આણંદ ખાતે જાણીતી શિક્ષણ સંસ્થા મોટા મદ્રસા જામેઆ અરબીયા તાલીમુલ ઇસ્લામ, આણંદ દ્રારા સંચાલિત મદ્રસા હાઈસ્કૂલમાં 75 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી આન,બાન અને શાનથી કરવામા આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સંસ્થાના પ્રમુખ વહોરા મુહંમદ અફઝલ મૌલાના મેન્સન સાહેબ, મુખ્ય મહેમાન તરીકે વહોરા હાજી અબ્દુલ રશીદ કાજલ સાહેબ, ડૉ. જાવેદ સર (અમન કિલનીક) અતિથિ વિષેશ તરીકે મદ્રસાના નાયબ મોહતમીમ મૌલાના સાજીદ સાહેબ, હાજી ઈસ્માઈલભાઈ [ડેપ્યુટી સરપંચ – ગામડી], વહોરા મો.ઇબ્રાહીમભાઇ, હાજી અ. કૈયુમભાઇ, વહોરા અર્શદભાઇ મૌલાના મેનશન (U.K), વહોરા ઈરફાનભાઇ (U.K), વહોરા મોહસીનભાઈ ગામડીવાલા, વહોરા મોહસીનભાઈ [મુન્નાભાઈ –ખેડાવાળા], વહોરા હાજી ફિરોજભાઇ [ન્યુ સફર મોટર્સ], હાજી યુનુસભાઈ (મુખી-ભાલેજ), વોરા અનવર બહાદરપુરવાળા, ઈકબાલભાઈ નરસંડાવાળા તથા મુખ્ય સ્પીકર તરીકે મૌલાના ગુલામરસુલ સાહેબે સ્થાન શોભાવ્યુ હતું. આ ઉપરાંત માધ્યમિક અને પ્રાથમિક વિભાગના આચાર્ય, તમામ શિક્ષક મિત્રો, મદ્રસાના દેશપ્રેમી ઉલમા-એ-કિરામ, તલબાઓ તથા આમંત્રિત મહેમાનો એ મોટી સંખ્યામાં શરૂ થી અંત સુધી હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત કુરઆને પાકની તિલાવતથી કરવામાં આવી હતી. પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી સૈયદ આશીફ સાહેબે શાબ્દીક સ્વાગત કરી મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન વહોરા હાજી અબ્દુલ રશીદ કાજલ સાહેબના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. સંસ્થાના નવયુવાન, ઉત્સાહી અને ક્રિયાશીલ પ્રમુખ વહોરા મુહંમદ અફઝલ મૌલાના મેન્સન સાહેબે ભવ્ય અને સફળ કાર્યક્રમ થવા બદલ શાળાના આચાર્ય પઠાણ નઈમ સાહેબ, સુપરવાઈઝર વહોરા ઈર્શાદ સાહેબ, શિક્ષક મિત્રો , વાલીમિત્રો, દાતાશ્રીઓ અને વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં. ધ્વજવંદન કાર્યક્રમની સફળ પરેડ કવાયત શાળાના શિક્ષક વહોરા અલ્તાફ સાહેબે કરી હતી. મુખ્ય સ્પીકર મૌલાના ગુલામરસુલ સાહેબે તેમના દેશની આઝાદીની ચળવળમાં મુસ્લિમોએ આપેલા બલિદાનો પર ભાર મૂકી ઇતિહાસ જીવંત કર્યો હતો. શાળાના સુપરવાઈઝર ઈર્શાદ સાહેબે તેમના પ્રાસંગિક વક્તવ્યમાં બંધારણ વિશે ગહન ચર્ચા કરીને હિન્દુ – મુસ્લિમે કોમી એકતા જાળવીને દેશની પ્રગતિમાં સહભાગી થવાની હાંકલ કરી હતી.
શાળાના જુનિયર કે.જી થી ધોરણ -12 ના વિધાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગામમાં ઉત્સાહભેર ભાગ લઈ આકર્ષક રજૂઆત કરી હતી. જેમા દેશભક્તિ ના નઝમ, ગીત,સવાલ – જવાબ, બટાલિયન પરેડ અને પ્રવચન દ્વારા સમગ્ર વાતાવરણને દેશભક્તિમય વાતાવરણ માં તરબોળ કર્યું હતું. ભાગ લીધેલ વિધાર્થીઓને સંસ્થાના પ્રમુખ વહોરા અફઝલ સાહેબે રૂ. 5100, મુખ્ય મહેમાન હાજી .રશીદ સાહેબે રૂ. 1000, ડો. જાવેદ સાહેબે રૂ.2000, વહોરા ઈરફાનભાઇ (U.K) રૂ.2100, હાજી ફિરોજભાઈ સફર મોટર્સ રૂ.2000, આમંત્રિત મહેમાનો, શિક્ષક મિત્રો અને શહેરવાસીઓએ આકર્ષક રોકડ પુરસ્કાર આપીને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. સમગ્ર કાર્યક્ર્મને સફળ બનાવવા માટે શાળા તમામ શિક્ષકગણ અને બિન શૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના સુપરવાઈઝર વહોરા ઇર્શાદ સાહેબે કર્યુ હતું.
(રિપોર્ટર, ફરહીન બહાદરપુરવાળા, આણંદ)
મદ્રસા હાઈસ્કૂલ,આણંદ દ્વારા 75 મું પ્રજાસત્તાક પર્વ ઉજવવા માં આવ્યું
Views: 50
Read Time:4 Minute, 48 Second