એ.સી.બી. સફળ ટ્રેપ
ફરીયાદીઃ –
એક જાગૃત નાગરીક
આરોપી : –
સલીમભાઇ ઈબ્રાહીમભાઇ મનસુરી ,
વકીલ ( ખાનગી)
સેસન્સ કોર્ટ ,ભરૂચ
રહે.ગામ-કાસદ ,
તા.ભરૂચ ,જી.ભરૂચ
ગુન્હો બન્યા:-તા.૨૩/૦૮/૨૪
લાંચની માંગણીની રકમઃ- રૂ.૫,૦૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમઃ-રૂ.૪,૦૦,૦૦૦/-
રીકવર કરેલ રકમઃ- ૪,૦૦,૦૦૦/-
બનાવનુ સ્થળ-
જુની મામલતદાર કચેરી ની સામે ,
ભોલાવ રોડ,
ભરૂચ
ટુંક વિગતઃ –
આ કામ નાં ફરીયાદી નાં વિરુદ્ધ ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશન માં ૨૦૨૨ માં ગુનો દાખલ થયેલ હતો અને તેમનાં વિરુદ્ધ માં ચાર્જશીટ થઇ જતાં , ભરૂચ નાં એડીશનલ ચીફ જયુડીશીયલ મેજી. સાહેબ ની કોર્ટ માં કેસ ચાલી રહેલ છે અને હાલ ફાયનલ દલીલો પર બાકી છે .
આ કામ નાં આરોપી એ ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ અપાવવા માટે રૂપીયા પાંચ લાખની લાંચની માંગણી કરેલ તે પૈકી આજરોજ રૂપિયા ચાર લાખ આપવાનો વાયદો થયેલ હતો.
પરંતુ ફરીયાદી લાંચનાં નાંણાં આપવા માંગતા ના હોઇ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા , આજરોજ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ. આ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત ચીત કરી લાંચ નાં નાણાંની માંગણી કરી , સ્વીકારી, રંગેહાથ પકડાઇ ગયેલ છે.
ટ્રેપીંગ ઓફીસરઃ-
શ્રી એસ.એન.બારોટ
પો.ઇન્સ. એ.સી.બી.
ફિલ્ડ ૩ ( ઇન્ટે.)
અમદાવાદ.
મદદ માં :
પો.ઇ. ડી.બી.મહેતા ,
ફિલ્ડ – ૩ ,એ.સી.બી.
સુપરવિઝન ઓફીસરઃ –
શ્રી એ. વી. પટેલ
મદદનીશ નિયામક,
એ.સી.બી. ફિલ્ડ ૩ ( ઇન્ટે.),
અમદાવાદ