ભરૂચ જિલ્લાના દયાદરા સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર આશૂરા પર્વની ઉજવણી કરાઇ હતી. ૧૪૪૫ વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં ધોમધખતા તાપમાં અસત્ય સામે જંગ છેડનાર હજરત સૈયદ ઇમામ હુસેન, હજરત સૈયદ ઇમામ હસન અને તેઓના ૭૨ જાંબાઝ સાથીઓ અસત્ય સામે શીશ ન જુકાવી સત્ય માટે સતત દસ દસ દિવસ સુધી યઝીદી લશ્કર સામે હામ ભીડી જંગ લડ્યા હતા. સદીઓ વિત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાયના લોકો પવિત્ર મોહરમ માસમાં કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મોહરમ માસમાં શહીદોને યાદ કરી ખિરાજે અકિદત (શ્રદ્ધાંજલી) અર્પણ કરે છે.આશુરા પર્વ નિમિત્તે દયાદરા સહિત અન્ય વિસ્તારોમાં આવેલી વિવિધ મસ્જિદોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારે નવ વાગ્યે દરેક મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. નગરની મસ્જિદોમાં આશુરા પર્વ નિમિત્તે નવાફિલ નમાઝ અદા કરવામાં આવી હતી. ત્યાર બાદ આશુરાની દુઆ હાજરજનોને પઢાવી હતી. ત્યારબાદ વિશેષ દુઆ ગુજારી સલાતો સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડયા હતા. દયાદરા ખાતે વિવિધ વિસ્તારોમાં સરબતની સબિલો પણ જોવા મળી હતી. તેમજ વાડીવાલા યંગ કમિટી દ્વારા વિશેષ ન્યાયનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ભરૂચ: દયાદરા સહિત પંથકમાં આજે 10મી મોહરમની ઉજવણી કરવામાં આવી…
Views: 265
Read Time:1 Minute, 57 Second