અંકલેશ્વર શહેર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ રસ્તા સર્કલ પાસેથી રિક્ષામાં હથિયારો લઇ ફરતા ભરૂચના પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ચેકિંગ દરમિયાન શહેર પોલીસને શખ્સો પાસેથી છરો અને સિગારેટ લાઇટર ગન મળી આવી હતી.અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે તહેવારોને લઇ અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન સ્ટેશન રોડ ઉપરથી રીક્ષા નંબર-જી.જે.16.એ.ટી.0051 આવતા પોલીસે તેને અટકાવી હતી અને રિક્ષામાં તપાસ કરતા શીટ નીચેથી એક છરો અને સિગારેટ લાઇટર ગન મળી આવી હતી. આ અંગે ભરૂચના દાંડિયા બજાર લોઢવાણના ટેકરા ખાતે રહેતો રીક્ષા ચાલાક અજય ઉર્ફે કાલુ શંકર મકવાણા, લાલા શંકર મકવાણા, શિવમ પ્રવીણ મકવાણા, માનવ રાકેશ ચૌહાણ અને રાહુલ ધૂળા પંચાલની પુછપરછ કરતા પાંચેય ઈસમોએ હથિયારો અંગે સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે તમામની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરમાં રથયાત્રા પહેલા જ હથિયારો સાથે શખ્સો ઝડપાયા, છરો અને સિગારેટ લાઇટર ગન કબ્જે કરાઇ
Views: 61
Read Time:1 Minute, 21 Second