અંકલેશ્વર માં પુનઃ એકવાર ધોળા દિવસે ચોરી ઘટના બની છે. પત્ની લેવા સવારે પતિ વ્યારા ગયો અને તસ્કરો ઘર માં હાથ ફેરો કરી ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વર ના નવા બોરભાઠા ગામ ખાતે ભાડાના મકાન માં રહેતા ગામીત પરિવાર સાથે બનાવ બન્યો હતો.અંકલેશ્વર તાલુકાનાં નવા બોરભાઠા ગામ ખાતે પટેલ ફળીયા માં ભાડા નું મકાન રાખી રહેતા ને અનાજ કરિયાણા ની દુકાન મજૂરી કામ કરતા દેવજીભાઈ ગામીત રહે છે. જેવો ગત રોજ વહેલી સવારે 6 વાગે પોતાની પત્નીને લેવા માટે મૂળ વતન કરંજવેલ ગામ ખાતે વ્યારા ગયા હતા.જ્યાં થી બપોરે 3 વાગ્યે તેઓ પરત આવ્યા હતા જ્યાં ઘરના દરવાજા નો નકુચો તૂટેલો હતો. તેઓ ઘરની અંદર પ્રવેશ કરી જોતા તિજોરી તૂટેલી હતી અને રૂમ માં સમાન વેર વિખેર હતો. ઘરમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતા આ અંગે તેઓ દ્વારા શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને આ અંગે તપાસ કરતા તસ્કરો સોના-ચાંદી ના દાગીના અને 8 હજાર રૂપિયા રોકડ ની ચોરી કરી લઇ ગયા હોવાનું સામે આવ્યું હતું. ઘટના અંગે દેવજીભાઈ ગામીત ની ફરિયાદ આધારે ગુનો નોંધી પોલીસે એફ.એસ.એલ ,ડોગ સ્કોર્ડ અને ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટ ની મદદ થી વધુ તપાસ આરંભી હતી.
પતિ પત્નીને લેવા વ્યારા ગયો અને બંધ ઘરના તાળાં તૂટ્યાં
Views: 79
Read Time:1 Minute, 48 Second