સુજનીનું થશે માસ પ્રમોશન અને માર્કેટીંગ:વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ હેઠલ ભરૂચની સુજનીને ભરૂચ સ્ટેશન પર સ્ટોપ મળશે

કેન્દ્ર સરકારની ‘One District, One Product પહેલ ગુજરાતની ‘વિસરાતી’ કળા-કારીગરીને જીવતદાન આપનારી બની રહેશે. રાજ્ય સરકારે ODOP હેઠળ રાજ્યના દરેક જિલ્લાની એક કે તેથી વધુ મહત્વની વસ્તુઓને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટે તૈયારીઓ કરી છે.7મી ઑગસ્ટના રોજ જ્યારે નેશનલ હૅંડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકારે ODOP હેઠળ હસ્તકળા-હાથશાળ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આયોજન હાથ ધર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આ યોજના માટે રૂ. 58 કરોડની ગ્રાંટની મંજૂરી આપી છે.ખંભાતના અકીક પથ્થરની કારીગરી અને ભરૂચ જિલ્લાની ‘સુજની’ કળા માટે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન અને નેશનલ ઇંસ્ટીટયૂટ ઑફ ફૅશન ટેકનોલૉજીએ વર્કશોપ યોજી સહયોગ આપ્યો છે. ભરૂચની સદી જૂની સુજની કળા હવે વન સ્ટોપ વન પ્રોડક્ટ હેઠળ ભરૂચ સ્ટેશને સ્થાન મેળવવા સાથે આગામી સમયમાં દેશ અને દુનિયામાં પણ ચમકશે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ચાલુ વરસાદે રસ્તાના ખાડા પૂર્યાં, રોડ રોલર જ ન ફેરવ્યું

Sun Aug 6 , 2023
ભરૂચ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દિન પ્રતિદિન આધુનિક થઈ રહ્યું છે કે 50 વર્ષ પહેલાના જમાનામાં જતુ હોય તેમ કામગીરી કરી રહ્યું છે.અંકલેશ્વર વાલિયા અને નેત્રંગ રાજ્ય ધોરીમાર્ગ જ્યારે નવનિર્માણ પામી રહ્યો હતો ત્યારે સામાન્ય મશીનરીથી રસ્તો બનાવ્યો તેની પર કોઈ અધિકારી નિરીક્ષણ નહીં કરતા સાવ ખેંગારના વખતનો રસ્તો […]

You May Like

Breaking News