અંકલેશ્વર : ગતરોજ ચાંદની એન્જિનીયરિંગ કંપનીમાં બે જૂથો વચ્ચે મારામારીમાં મોત પ્રકરણમાં આરોપીની જીઆઈડીસી પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચાંદની એન્જીનિયરીંગ કંપનીમાં કામ બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં એક કામદારે અન્ય કામદારની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી, જેમા આરોપી ભગવાન દાસ છાગુરપ્રસાદ કનોજીયા.ઊં.૪૫ ની જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામા આવી હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જીઆઈડીસીની ખ્વાજા ચોકડી નજીક આવેલા ચાંદની એન્જીનિયરીંગ કંપનીમાં કામદારની હત્યાનો બનાવ બન્યો હતો. કંપનીમાં કામ કરતાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી આનંદ યાદવની અન્ય કામદાર ભગવાન દાસે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. બંને વચ્ચે કામ બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા ભગવાન દાસે આનંદ યાદવને છાતીના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. બે જૂથો વચ્ચે મારામારીમાં મોત પ્રકરણમાં આરોપી ભગવાન દાસ છાગુરપ્રસાદ કનોજીયા.ઊં.૪૫ ની જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરી છે.