પત્રકારો નું સૌથી મોટુ અને શિસ્તબદ્ધ સંગઠન પત્રકાર એકતા પરિષદ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને સમગ્ર ટીમ દ્વારા ગુજરાતભર નાં ખૂણે ખૂણે ફરી દરેક જિલ્લા ની કારોબારી ની રચના કરી જિલ્લા પ્રમુખ શ્રી ને જિલ્લા નાં સમાવિષ્ઠ તાલુકાઓ ની કારોબારી ની રચના પૂર્ણ કરવા જણાવ્યું હતું તે પૈકી નાં જિલ્લાઓ માના સાબરકાંઠા જિલ્લા ટીમ દ્વારા હિંમતનગર ખાતે જિલ્લા કક્ષા નાં અધિવેશન નું આયોજન નગરપાલિકા હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ પત્રકાર એકતા પરિષદ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાં ની અધ્યક્ષતા માં યોજાયો હતો જેમાં વિશેષ પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા , પ્રદેશ ઉપાધ્યક્ષ ગરવાનસિંહ સરવૈયા , પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ સમીર બાવાણી તેમજ પ્રદેશ અગ્રણી શ્રી કિરણભાઈ મલેશિયા, પ્રદેશ અગ્રણી શ્રી મુકેશભાઈ સખીયા,પ્રદેશ અગ્રણી શ્રી દિનેશભાઈ કલાલ, પ્રદેશ અગ્રણી શ્રી પ્રહલાદભાઈ ચૌહાણ, ઝોન 9 પ્રભારી ભરતસિંહ રાઠોડ, ઝોન પ્રભારી કમલેશભાઈ પટેલ, ઝોન ટીમ નાં શૈલેષ ભાઈ , મનોજભાઈ રાવલ, રાજેશભાઈ પટેલ, આઇ.ટી.સેલ કનવિનર તેજેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા પ્રમુખ સુરત હકિમભાઈ વાના ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિ વિશેષ માં નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ મછાર, નગર પાલિકા પ્રમુખ શ્રી યતિનબેન મોદી, શ્રી સંસ્થાપક વીર પ્રતાપ ફાઉન્ડેશન ભુગવેન્દ્રસિંહ કુંપાવત ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય સંસ્કૃતિ ને સનુસરી કાર્યક્રમ ની શરૂઆત મંચસ્ત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો..
સાબરકાંઠા જિલ્લા અને સમાવિષ્ઠ તાલુકાઓમાંથી પધારેલ હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત મહેમાનો નું પુષ્પહાર, પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ આપી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
પ્રદેશ આઇ. ટી. સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી દ્વારા પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદ ગુજરાત નાં પત્રકારોના હિત માટે કાર્યરત એકમાત્ર સંસ્થા છે. સંસ્થાની સ્થાપના શા માટે કરાઈ અને હાલ ની સ્થિતિએ સંસ્થા કેવા કાર્યો કરી રહી છે તે અંગે પણ શ્રી સમીરભાઈ બવાણીએ પ્રકાશ પાડ્યો હતો.
ઉપસ્થિત અતિથિ વિશેષ દ્વારા પણ સંગઠન ની કાર્યશૈલી સાંભળી અને સંસ્થા નાં પુષ્કળ વખાણ કરી અને પ્રભાવિત થયા હતા.
પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા દ્વારા સંગઠન ની સ્થાપના નાં ઇતિહાસ વિશે હાજર પત્રકાર મિત્રો ને અવગત કરાવ્યા હતા..
માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા પોતાના આશીર્વચન આપતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદ ગુજરાત નહિ પરંતુ ભારતભર ની એકમાત્ર પોતાના હોમટાઉન માં જિલ્લા અને સમગ્ર તાલુકા સાથે કારોબારી ધરાવતી સંસ્થા છે., પાછલા 3 વર્ષ થી ગુજરાત નાં દરેક જિલ્લા નો પ્રવાસ ખેડી અને આ સ્તરે પત્રકાર એકતા પરિષદ આજે કાર્ય કરી રહ્યું છે અને સરકાર સમક્ષ રજૂ કરેલી માંગળીઓ પૈકી વિવિધ માંગળીઓ શ્રી સી.આર. પાટીલ સાથે ની બેઠક માં સ્વીકૃત કરાઈ છે અને તેની જાહેરાત પણ સરકાર શ્રી નાં પ્રતિનિધિ મારફત પત્રકાર એકતા પરિષદ નાં ગુજરાત મહા અધિવેશન માં કરવામાં આવશે સાથે જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદના મહાધિવેશન માં ગુજરાત ભરમાંથી ૫૦૦૦ થી પણ વધુ પત્રકારો ઉપસ્થિત રહેશે તેમજ સાબરકાંઠા જિલ્લા નાં પત્રકારો ને ટૂંક સમય માં સમગ્ર જિલ્લાના પત્રકારો સંગઠિત થયા તે માટે અભિનંદન પાઠવ્યા હતા…
આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રદેશ અગ્રણી શ્રી કિરણભાઈ મલેશિયા , જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ દીક્ષિત અને જિલ્લા ઉપપ્રમુખ શ્રી અલ્તાફભાઈ લુહાર દ્વારા ખાસ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમ નાં અંતે સૌ મિત્રો ભોજન લઈ અને છુટ્ટા પડ્યા હતા.