જિલ્લા પંચાયત હસ્તકના કબીરવડ હોડીઘાટમાં કોરોના કાળ અને અગાઉના કોન્ટ્રાકટના લાખો રૂપિયા બાકી હોય પંચાયતે નોટિસ મારી હોડીઘાટ બંધ કર્યો હતો. જોકે માછી સમાજના પ્રમુખ એવા દિનેશ માછીએ કેબિન બનાવી, ટિકિટો છાપી તેને ગેરકાયદે શરૂ કરી લાખોની રોકડી કરી દીધી હતી.જાગૃત નાગરિકની ફરિયાદ બાદ જિલ્લા પંચાયતના ઇજનેરે નબીપુર પોલીસ મથકે આ અંગે દિનેશ માછી સામે છેતરપિંડી અને ગેરકાયદે હોડીઘાટ ચલાવી જિલ્લા પંચાયતને ₹15 લાખ જેટલાનું નુકશાન પોહચાડ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે આરોપી પોલીસ પકડથી દુર છે ત્યારે જિલ્લા પંચાયતે ફરી લોકોને ભગવાન ભરોસે છોડી હંગામી ઇજારો સ્થાનિક હોડીવાળાને આપી તેઓને વ્યક્તિદીઠ ₹75 વસુલ કરવાની છૂટ આપી દીધી છે.મઢી ઘાટ પર ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા લગાવવામાં આવેેલા નવા નોટિસ બોર્ડમાં પંચાયત દ્વારા જણાવાયું છે કે, જ્યાં સુધી નવા ઇજારદારની હરાજીથી નિમણુંક ન થાય ત્યાં સુધી સ્થાનિક હોડીવાળાને વ્યક્તિ દીઠ ₹75 ઉઘરાવી ફેરો મરાવવાની છૂટ આપી છે. જોકે કોઇપણ ઘટના ઘટે તો તેમાં જિલ્લા પંચાયતની કોઈ જવાબદારી નહિ રહે તેમ કહી પોતે હાથ અઘ્ધર કરી દેવાયા છે.બીજી તરફ લોકો અને પ્રવાસીઓમાં આ જાહેર નોટિસ બોર્ડને લઈને પણ કચવાટ ઉભો થયો છે, વ્યક્તિ દીઠ ₹75 વધારે હોય જિલ્લા પંચાયતે ₹40 કે 50 રાખવામાં આવે તેવી પ્રવાસીઓમાં માંગ ઉઠી હતી.
ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા કબીરવડ ઘાટ માટે સ્થાનિક હોડીવાળાને હંગામી ઇજારો આપાયો…
Views: 78
Read Time:2 Minute, 5 Second