વાલિયા તાલુકાના પીઠોર ગામની સીમમાં ખેતરમાં કામ કરતી મહિલા કામદાર ઉપર જીવંત વીજ વાયર તૂટી પડતા તેણીનું કરંટ લાગતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.વાલિયા તાલુકાના પીઠોર ગામના ટેકરી ફળિયામાં રહેતા 50 વર્ષીય કમળાબેન વિનુભાઈ વસાવા ગતરોજ સવારમાં ગામની સીમમાં આવેલ જશવંતભાઈ વાલજી પાંડવના ખેતરે મજુરી કામ માટે ગયા હતા તે દરમિયાન ખેતરમાં કામ કરી રહ્યા હતા તે વેળા ત્યાંથી પસાર થતી એલટી વીજ લાઈનનો જીવંત વીજ વાયર તૂટી પડતા કમળાબેન વસાવાને જોરદાર વીજ કરંટ લાગતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.બનાવ અંગે વાલિયા પોલીસે જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે વાલિયાના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર વીજ કચેરી ખાતે જાણ કરવા છતાં વીજ કંપનીના અધિકારીઓ સમારકામ કરવાની તસ્દી નહિ લેતા મહિલા જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે.
વાલિયાના પીઠોર ગામમાં ખેતરમાં કામ કરી રહેલા મહિલા પર જીવંત વીજ વાયર પડ્યો, વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત
Views: 110
Read Time:1 Minute, 29 Second