કોરોના મહામારીની બીજી લહેરમાં હવે કેસો ઓછા નોંધાઈ રહ્યા છે.ત્યારે હોસ્પિટલોમાં અને હોમ કોરન્ટાઈન સંક્રમિત ગંભીર દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે,અને કોરોના રિકવરી રેટ પણ વધ્યો છે. ભરૂચના કોરોના પોઝિટીવમાં માતાને ગુમાવનાર 35 વર્ષીય ઈર્શાદ શેખના ફેફસાં 100 ટકા ચેપગ્રસ્ત હોવા છતાં સુરત શહેરની ખાનગી હોસ્પિટલમાં 20 દિવસની સારવારના અંતે કોરોનાને મ્હાત આપીને હેમખેમ ઘરે પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ભરૂચ શહેરના ડુમવાડના ફુડ પ્રોસેસિંગ વ્યવસાય સાથે સંકળાયેલા ઈર્શાદ શેખ કોરોના સંક્રમિત થયા હતા.જેથી તેમને પ્રથમ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા.પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો નહીં નોંધાતા અને તેમની તબિયત વધુ લથડતા તેમના પરિવારજનો તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ ગયા હતા.ત્યાં તેમનો સીટીસ્કેન રિપોર્ટ કરાવતાં તેમના ફેફસામાં 100 ટકા ઈન્ફેકશન જણાયું હતું.દાખલ થયાં ત્યારે તેમનું ઓક્સિજન લેવલ 60 હતું. NRBM માસ્ક આપવા છતાં પણ લેવલ 80 રહેતુ હતું.જેથી હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સીંગ સ્ટાફની મહેનતથી તેમને 10 દિવસ બાયપેપ પર, આઠ દિવસ એન.આર.બી.એમ.પર રાખવામાં આવ્યા હતા.તે દરમિયાન તેમનાથી તેમના માતા-પિતા પણ સંકમિત થયા હતા.જેમાં તેમની માતાનું મૃત્યુ થયું હતું જયારે તેમના પિતા સારવાર બાદ સ્વસ્થ બન્યા હતા.જોકે ઈર્શાદ શેખના ફેફસા 100 ટકા ડેમેજ હોવા છતાંય પણ તેમનામાં રહેલી ઈચ્છા શક્તિ અને તેમના મજબૂત મનોબળથી તેઓ મોતને અને કોરોનાને મ્હાત આપીને 20 દિવસે સ્વસ્થ બનતા હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ભરૂચમાં ફેફસા 100 ટકા ઇન્ફેક્ટેડ, ઓક્સિજન લેવલ 60 હતું છતાં 20 દિવસે યુવાને કોરોનાને મ્હાત આપી…
Views: 70
Read Time:2 Minute, 25 Second