મિલ્ક સીટી આણંદ ખાતે આવેલ અને બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરતી સંસ્થા જેક & જીલ પ્લે સેન્ટરનો આજે એન્યુઅલ ડે શાળાના હોલમાં યોજવામાં આવ્યો હતો,
આ કાર્યક્રમમાં પ્લે સેન્ટરના વિદ્યાર્થીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો ડાન્સ અને વિચારો રજૂ કરવામાં આવ્યા હતા,
આ પ્રસંગે પ્લે સેન્ટરના પ્રિન્સિપલ હમીદાબેન દ્વારા બાળકોની ઉત્સવ વૃતિને બિરદાવી અનેરો ઉત્સાહ પ્રેરી પ્રોતસાહન પૂરું પાડવાની સાથે સાથે વિવિધ તબક્કે પ્રતિભા ઉજાગર કરનાર વિદ્યાર્થીઓ ને મેડલ આપી પ્રોત્સાહિત કરવા ની સાથે સાથેસમગ્ર શિક્ષક ગણને પણ ટ્રોફી આપી બીરદાવ્યો હતો, આ પ્રસંગે આણંદના જાણીતા લેખક અનવર બહાદરપુર વાલા પણ ખાસ ઉપસ્થિત રહી પ્રસંગ પ્રવચન આપ્યું હતું
સંસ્થા ના કર્તા હર્તા નીતિનભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું અદભુત અને સફળ સંચાલન ગોઠવવામાં આવેલ હતું,
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ રાત સ્ટાફ દ્વારા ભારે જેહમત ઉઠાવી હતી,
(રિપોર્ટર ,ફરહિન બહાદરપુરવાલા, આણંદ.)
જેક & જિલ પ્લે સેન્ટર આણંદ નો એન્યુઅલ’ડે ધામધૂમ થી ઉજવાયો.
Views: 47
Read Time:1 Minute, 33 Second