અંકલેશ્વર ની ગ્લેનમાર્ક કંપની દ્વારા પોષણ અભિયાન અંતર્ગત સ્લમ વિસ્તારમાં ફૂડ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. નગર પાલિકા સાથે શહેરના વોર્ડ નંબર 2 ના સ્લમ વિસ્તારમાં 150 ફૂડ કીટ આપવામાં આવી હતી. કંપની દ્વારા અત્યાર સુધી 4 ગામ અને શહેર ના સ્લમ વિસ્તારમાં 1050 જેટલી કીટનું વિતરણ કર્યું હતું. આગામી દિવસો અન્ય કીટ નું પણ વિતરણ કરવા કંપની તજવીજ આરંભી હતી.ગ્લેનમાર્ક કંપની દ્વારા પોષણ અભિયાન અંતર્ગત સીએસઆર ફંડ માંથી ગરીબ પરિવારો ને ફૂડ કીટ નું વિતરણ અંગે નું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા ના વોર્ડ નંબર 2માં આવેલ આંબાવાડી, ગાયત્રી નગર તેમજ આજુબાજુ સ્લમ વિસ્તાર માં કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રમુખ વિનય વસાવા ,કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, સ્થાનિક પાલિકા સભ્ય ભાવેશ કાયસ્થ તેમજ કંપનીના હેડ વિજય વઘાસીયા દ્વારા કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં દશ કિલો ઘઉંનો લોટ ,દશ કિલો ચોખા ,એક લીટર તેલ ,બે કિલો ખાંડ સહીત ના મસાલા ની 150 થી વધુ કીટ નું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્લેનમાર્ક કંપની ના સીએસઆર વિભાગ ના સભ્ય પિનાકીન શાહ ,વિપુલ પટેલ ,સંદીપ ત્યાગી સહીત નગરપાલિકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્લેનમાર્ક કંપની દ્વારા અંકલેશ્વર ના ઉછાલી, જીતાલી, મોતાલી, સારંગપુર તેમજ અંકલેશ્વર શહેર ના સ્લમ વિસ્તાર માં અત્યાર સુધી 1050 જેટલી કીટનું વિતરણ કર્યું છે.
અંકલેશ્વરની ગ્લેનમાર્ક કંપની દ્વારા પોષણ અભિયાન અંતર્ગત સ્લમ વિસ્તારોમાં ફૂડ કિટનું વિતરણ કરાયું
Views: 89
Read Time:2 Minute, 12 Second