અંકલેશ્વર જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તારમાં માર્ગના નવીનીકરણ માટે સરકારે 32 કરોડ ફાળવ્યા છે. નોટીફાઈડ વિસ્તાર દ્વારા 7 કરોડ મળી કુલ 32 કરોડના ખર્ચે એસેટના માર્ગનું રીપેરીંગ વર્ક તેમજ નવીનીકરણ કરશે.રાજ્ય સરકાર માં ઉદ્યોગ મંડળની રજુઆતને લઇ ત્વરિત સરથી વિશેષ સર્ક્યુલર કરી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.અંકલેશ્વર જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તારમાં આવતા જાહેર રસ્તાઓ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર બની ગયા છે, અને હવે મોડે મોડે પણ રાજ્ય સરકારે રસ્તાઓના નવીનીકરણ માટે અંદાજે 32 રોડ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવી સ્થાનિક ઉદ્યોગ આલમે રાહતનો શ્વાસ લીધો હતો. જીઆઇડીસીમાં આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ થાય તે માટે તાજેતરમાં રાજ્ય સરકારના ઉદ્યોગ મંત્રાલય રસ્તાઓના નવીનીકરણ માટે અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ઓર્થોરિટીને રૂપિયા 32.45 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી કરી હતી.આ ગ્રાન્ટનો ઉપયોગ ઔદ્યોગિક તેમજ રહેણાંક વિસ્તારના ડામરના રોડ, સી.સી.રોડ, બોક્સ ડ્રેનેજ લાઇનના નવીનીકરણમાં ખર્ચ થશે. આ પ્રોજેક્ટમાં 80 ટકા રકમ રાજ્ય સરકાર જ્યારે 20 ટકા રકમ અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ઓથોરિટી ભોગવશે. ત્યારે જીઆઇડીસીમાં અનેક માર્ગોનું નવીનીકરણ હાથ ધરાશે, તેમજ આ વિસ્તારમાં ઉદ્યોગ સાહસિકો ઉપરાંત રહીશોને પડતી અનેક મુશ્કેલીઓનું નિરાકરણ આવશે.તેમજ ઔપચારિક વહીવટી પ્રક્રિયા સંપન્ન થયા બાદ ટૂંકમાં જ વિવિધ માર્ગોનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.આ અંગે વધુ વાતચીતમાં એ.આઈ.એ પ્રમુખ રમેશ ગાભાની એ જણાવ્યું હતું કે ઉદ્યોગ મંડળની રજૂઆતને રાજ્યના મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી ધ્વરા ત્વરિત અસર થી ધ્યાને લઇ વિશેષ સર્ક્યુલર વડે માળખાકીય સુવિધા માટે ગ્રાન્ટ ફાળવી છે. ત્યારે એસેટના વિવિધ માર્ગો નું નવીકરણ સહીત કામો થતા એસેટની મારખાંકીય સુવિધામાં વધારો થશે.
અંકલેશ્વર GIDC વિસ્તારમાં માર્ગના નવીનીકરણ માટે 32 કરોડની ફાળવણી
Views: 73
Read Time:2 Minute, 45 Second