*ગુજરાતના ખેડુત આગેવાનો ઉપર પોલીસ નો અત્યાચાર શું “ખેડુત” હોવુ ગુજરાત સરકારની દ્રષ્ટિએ આતંકવાદ છે ?*
*રૂપાણી ની નજરમાં કૃષિ વિષયક કાયદાઓ વિરૂદ્ધ આંદોલન કરનારા ખેડુતો નથી તો મારી નજરમાં રૂપાણી પણ મુખ્યમંત્રી નથી*
*રતનસિંહ ડોડીયા, ચેતન ગઢિયા,જયેશ પટેલ, ડાહ્યાભાઈ ગજેરા, યાકુબ ગુરજી,રમેશ ઓઝા, સહીતના ગુજરાતના ખેડુત આગેવાનો ને નજરકેદ કરવામાં આવ્યા.
*ત્રણ કૃષિ વિષયક કાળા કાયદા નો વિરોધ સમગ્ર દેશમાં વધી રહ્યો છે. દિલ્હી ની વિવિધ સીમાઓ ઉપર ખેડુતોની સંખ્યા માં દિવશે દિવશે ધરખમ વધારો નોંધાતા વિવિધ રાજ્યોની ભાજપા સરકારો લોકતંત્ર ની આર્દશ પ્રક્રિયાનું નિકંદન કાઢી ખેડુત સંગઠનો ના આગેવાનોને નજરકેદ બનાવી રહી છે. ભારત બંધ ના આગલા દિવશે સાંજે ગુજરાતના મુખ્યમંત્રી એ એક પ્રેસ વાર્તા દ્રારા ગુજરાત બંધના રહે તેવો પ્રયત્ન કર્યો. ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓએ મેદાનમાં આવી ભારત બંધની અસરને રોકવાનો પ્રયાસ કર્યો પણ તું બધું જ નિરર્થક રહ્યુ, ગામડાઓ તેમજ તાલુકા મથકો સંપૂર્ણ બંધ રહ્યા,બંધના આગલા દિવશે વહેલી સવારે કોંગ્રેસના અને ખેડુત આગેવાનો ને નજરકેદ કર્યા તેમ છતાં ભાજપ શાસનની પોલ છતી થાય તેવું બંધ તો રહ્યું.જેનાથી અકળાયેલી ગુજરાત સરકારે દિલ્હી જતા ખેડુતોને રોકવા માટે લોકતાંત્રિક પ્રક્રીયા વિરૂદ્ધ ગુજરાતના ખેડુતોના વિવિધ સંગઠનો ના આગેવાનોના ફોન ટેપ કરવાનું અને નજરકેદ કરવાનું શરૂ કર્યું.કારણ ગુજરાત ના ખેડુતોનો અવાજ દિલ્હી પહોંચશે તો મોદી- શાહના ગુજરાત મોડલ નો ભાંડો ફુટી જાય ગાંધી – સરદારના ગુજરાત ની ઉક્તિ સ્થાપિત થાય તેવા ડર થી રતનસિંહ ડોડીયા, ચેતન ગઢિયા,જયેશ પટેલ, ડાહ્યાભાઈ ગજેરા, યાકુબ ગુરજી,રમેશ ઓઝા, સહીતના ગુજરાતના ખેડુત આગેવાનો ને નજરકેદ કરવામાં આવ્યા. ત્યારે સવાલ થાય કે ખેડુતોના હક્ક અને અધિકારની લડતમાં સમર્થન કરવું એ ગુનો છે? ગુજરાતના ખેડુત આગેવાનો ઉપર પોલીસ નો અત્યાચાર શું “ખેડુત” હોવુ ગુજરાત સરકારની દ્રષ્ટિએ આતંકવાદ છે ?ભરૂચ જીલ્લા માં તારીખ ૧૨ ના રોજ રાત્રે ૨.૩૦ વાગ્યે ખેડુત હિટરક્ષક દળના કો-ઓડિનેટર અને ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ ના ચેરમેન યાકુબ ગુરજી ને પણ દિલ્હી જતા રોડ ઉપરથી પકડી વાગરા પોલીસ સ્ટેશન માં નજર કેદ કરવામાં આવ્યા હતા જેમને કોઈ વાંક ગુના વિના પોલીસ સ્ટેશન માં રાત ગુજારવી પડી અને બીજે દિવશે વાલીયા ખાતે પાણી પ્રોજેક્ટ ના લોકાર્પણ માટે આવેલા મુખ્યમંત્રી તેમના નિવાસસ્થાને પોંહચી ગયાનો હાસકારો અનુભવ્યા પછી એટલે કે સાંજે પાંચ વાગ્યે તેમને છોડવામાં આવ્યા. તે સમયે એક સ્થાનિક પત્રકારે યાકુબ ગુરજી ને એક સવાલ કર્યો તેના જવાબમાં જણાવ્યું હતું કે ” રૂપાણી ની નજરમાં કૃષિ વિષયક કાયદાઓ વિરૂદ્ધ આંદોલન કરનારા ખેડુતો નથી તો મારી નજરમાં રૂપાણી પણ મુખ્યમંત્રી નથી “ભારતના સંવિધાન માં સરકારની નિતીઓ બાબતે વિરોધ દર્શાવવાનો અધિકાર આપ્યો છે જે અધિકારને કોઈ છિનવી ના શકે તેમ છતાં પ્રશાસનિક તંત્ર કે સરકાર દ્રારા સંવિધાનનીય અધિકારો નું ભવન કરવું તે લોકશાહી નહીં પણ સરમુખત્યારશાહી ની સાબીતી આપે છે તે ઉજાગર થયું છેગુજરાત સરકાર દ્રારા પોતાની નકલી શાખને બચાવવા માટે ખેડુત આગેવાનો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે સાબીત કરે છે કે ગુજરાત અને દેશની સરકાર ડરી ગઈ છે ખેડુતોની એકતાએ સરકારની બંધારણીય વિરૂધ્ધ ની પ્રવૃતિ ને લોકો વચ્ચે બેનકાબ કરી દિધી છે જે આવનાર દિવસોમાં સરકારને ભારે પડશે.