પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાની પોલીસ ક્વાર્ટસમાં સર્વીસ ગનથી ત્રણ રાઉન્ડ ફાયર કરીને જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી ગઇ હતી

Views: 34
0 0

Read Time:1 Minute, 39 Second

ઘટનના પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકરએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી ક્યુઆરટી વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરીટ વાળા ફરજ બજાવતા હતો. આજે બપોરના સમયે તેમને અને તેમની પત્ની વચ્ચે દાંપત્ય જીવનને લઈને તકરાર થતા મામલો ગરમાયો હતો તેમની પત્ની ઘરેથી નીકળી જતા રોષે ભરાયેલા કિરીટ વણકરે પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કરી જીવન લીલા સંકેલી લેતા દોડધામ મચી ગઇ હતી.પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છેઘટનાની જાણ થતાં જ ઉચ્ચકક્ષાના અધિકારીઓ સહિત એફએસએલ સહિતની ટીમોએ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.ઘટનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે. બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી ડેથબોડીને પોસ્ટમોર્ટમ સિવીલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ ચલાવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભાજપ આયોજીત અલ્પસંખ્યક મોચાઁ ના આગેવાનો સાથે સામાજીક સંવાદ કાર્યક્રમ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો.

Sun May 5 , 2024
Spread the love             ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં લઘુમતી સમાજ સાથે સામાજિક સંવાદ યોજયો હતો. ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં લઘુમતી સમાજ સાથે સીધો સંવાદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કરેલા કાર્યો વર્ણવાયા હતા. સંવાદમાં હાજર લઘુમતી સમાજના આગેવાનોએ પણ ફરી એકવાર મોદી […]
ભાજપ આયોજીત અલ્પસંખ્યક મોચાઁ ના આગેવાનો સાથે સામાજીક સંવાદ કાર્યક્રમ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો.

You May Like

Breaking News

error: Content is protected !!