દિન પ્રતિદિન ભરૂચ પંથકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના વેચાણનું ગેરકાયદેસરના કૃત્યો ઘણા વધી રહ્યા છે. ભરૂચ સહિત તેના અંતરિયાળ વિસ્તારમાં દારૂના વેચાણ બેફામ બન્યા છે. બુટલેગરો બિંદાસ નીતિથી દારૂનું નાના નાના બુટલેગરોને વેચાણ કરે છે અને પોતાના આર્થિક ફાળા માટે મટિરિયલ પહોચાડનારી ટ્રકોમાં ગેરકાયદેસર રીતે દારૂનું હેરફેર કરી રહી છે.ભરૂચ એલ.સી.બી.ની એક ટીમ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ ચોક્કસ બાતમીને આધારે જોલવા ગામના ગેટ નં.૧ સામેથી પસાર થતા દહેજ ભરૂચ હાઈવે ઉપરથી ટ્રક નંબર -RJ-27-GC-5747 માંથી ટ્રકના કેબીન પાછળ ટ્રકની બોડીમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ જેની કિંમત 7,51,640/- સહિત ટ્રક જેની કિંમત 10,00,000 /- તથા અન્ય મદ્દામાલ મળીને કુલ કિં.રૂ.૧૭,૮૦,૬૪૦/- સાથે બે આરોપી ભેરુલાલ રામચંદ્ર જાટ રહે, ચિત્તોડગઢ અને કિશન કાલુલાલ જાટ રહે ચિત્તોડગઢને ઝડપી પાડી આગળની તપાસ અર્થે દહેજ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યા હતા.
દહેજ જોલવા ખાતે એક ટ્રકના ચોર ખાનામાંથી લાખોની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો..
Views: 70
Read Time:1 Minute, 34 Second