0
0
Read Time:1 Minute, 5 Second
ગરમીનો પ્રકોપ ચારે તરફ છવાયો છે અને આકાશેથી અગનગોળા વરસી રહ્યાનો અનુભવ થઇ રહ્યો છે. ગરમીના કાળા કેરના પગલે મોટાભાગના બજારોના ધંધા-વ્યવહારો પણ ઠંડા થઇ ગયા છે. ગ્રાહકોની અવરજવર તળિયે પહોંચી છે અને વેપારી વર્ગ પણ ગરમીના પ્રકોપથી ચિંતાતુર બની ગયો છે.બપોરે 11થી સાંજે 6 વાગ્યા સુધી બજારો સુમસામ જોવા મળી રહી છે અને સામાન્ય દિવસોમાં ભરચક રહેતા વિવિધ માર્કેટના વિસ્તારો પણ ખાલીખમ ભાસી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી 40થી 43 ડિગ્રી ની આજુ બાજુ ગરમી પડી રહી છે અને જેના લીધે તાલુકા ના મુખ્ય વેપારી મથક ઝઘડિયા, રાજપારડી,તેમજ ઉમલ્લાના બજારો માં ઘરાકીનું પ્રમાણ પણ ઓછું થઇ ગયું છે. અહીં સુધી કે ખાણીપીણીની બજારોમાં પણ ગરમીની અસર જોવા મળી રહી છે.