ભરુચ તાલુકાનાં હલદરવા ગામ સ્થિત 220 કેવી વીજ સ્ટેશનના ખુલ્લી જગ્યામાં પ્લોટમાં રહેલ વિવિધ સામગ્રી મળી કુલ 8.73 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા 3 ઇસમો ફરાર થઈ ગયા હતા.ભરુચ તાલુકાનાં હલદરવા ગામ પાસે 220 કેવી વીજ સ્ટેશન આવેલ છે. જે વીજ કંપનીના સબ સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં સ્ટોર કરેલ જી.ઇ.બી મશીનરીના અલગ અલગ સ્પેરપાર્ટ મૂકવામાં આવે છે.જે ખુલ્લા સ્ટોરને ગત તારીખ-12-9-23ના રોજ અને 24-9-23થી 25 સપ્ટેમ્બર સુધીમાં અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી સ્ટ્રક્ચર,હાર્ડવેર વિથ કોરોના રિંગ નંગ 100 તેમજ હાર્ડવેર નંગ-15 મળી કુલ 8.73 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરીનો કેટલોક સામાન કચેરીથી હલદરવા જવાના રસ્તાની સાઈડ ઉપર જથ્થો પડેલ છે.જે અંગેની જાણ કાર્યપાલક ઇજનેર અતુલકુમાર પ્રભાતસિંહ ભાભોરને થતાં તેઓએ બસ સ્ટેશનમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરતાં તેમાં ત્રણ ઇસમોએ પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું ધ્યાન ઉપર આવતા ચોરી અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ભરુચના હલદરવા ગામ પાસે આવેલ 220 કેવી સબ સ્ટેશનની ખુલ્લી જગ્યામાંથી સ્પેરપાર્ટની ચોરી
Views: 39
Read Time:1 Minute, 39 Second