ભરૂચમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજનનું આયોજન કરાયું હતું.જેમાં ગુજરાત ભરમાંથી ઉપસ્થિત ભાવિક ભકતોએ ગુરુનું પૂજન કરીને ધન્યતા અનુભવી હતી.
ભજન સત્સંગ અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો
ભરૂચના અમીધરા સોસાયટી ખાતે આવેલા સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજનનું આયોજન કરાયું હતું. જેમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુની ઉપસ્થિતમાં ભજન સત્સંગ અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગુરુના પૂજન અર્થે સમગ્ર ગુજરાતમાંથી અહીંયા પધારી સવારથી જ લાઈનો લગાવી સોમદાસબાપુનું પૂજન અર્ચન કર્યું હતું.આ પ્રસંગે સોમદાસ બાપુએ સનાતન ધર્મ પરિવરના લોકોને આશિષ વચનો આપી લોકોને પાન,પડીકી,સિગરેટ તથા દારૂ જેવા વ્યસનનો ત્યાગ કરીને સત્સંગી જીવન જીવી પરમાત્માને પ્રાપ્ત કરી શકાય તેમ જણાવ્યુ હતું.
મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,મહામંત્રી નિરલ પટેલ,ઉપ પ્રમુખ દિવ્યેશ પટેલ,પૂર્વ વિધાયક અને દિવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ,પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચવાડા,નરેશ ઠકકર,જીગ્નેશ મિસ્ત્રી સહિતના ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી સોમદાસ બાપુના આર્શીવાદ મેળવ્યા હતાં.આ કાર્યક્ર્મમાં સનાતન ધર્મના સેવક અને સામાજિક કાર્યકર ધનજી પરમાર, બલદેવ આહીર, મહીનભાઈ સહિત મોટી સંખ્યામાં સનાતન ધર્મ પરિવારના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.