ભરૂચ જિલ્લામાં ખનીજ માફીયાઓ છેલ્લા કેટલાક સમયથી બેફામ બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં ખનીજ માફીયાઓ અવાર નવાર નવા નવા કેમિયાઓ અપનાવી માટીની ચોરી કરી વેચાણ કરતા હોવાની બૂમો ઉઠવા પામી છે દહેજનો ઔદ્યોગિક વિકાસ થતા ઘણા દુષણો અને ગેરકાયદેસર ધંધાઓનો પણ બેફામ વિકાસ થયો છે. ભરૂચ થી દહેજ માર્ગ ઉપર રાત્રીના સમયે બેફામ રીતે ઓવર લોર્ડ હાઇવા ભરી ના તો વજન કાંટાની પાવતી હોઈ છે ના તો હાઇવા ના કોઈ પણ પેપરો હોઈ છે વાગરા તાલુકામાં બેફામ રીતે ખનીજ માફીયાઓ માટીની ચોરી કરી વેચાણ કરતા હોવાની અનેકો રજુઆત કરવામાં આવે છે છતાં જાડી ચામડીના અધિકારીઓ કાર્યવાહી કરવાનું નામ નથી લઈ રહ્યા જેના ઉપર થી લોક ચર્ચા ચાલી રહી છે કે માટી ચોરો અને અધિકારી વચ્ચે સેટિંગ દોટ કોમ ચાલી રહ્યું છે.
દહેજ પંથકમાં માટી ભરી હાઇવા ચાલકો રોંગ સાઈડમાં હંકારે છે જેનાથી અનેકો અકસ્માત પણ સર્જાઈ છે અને અકસ્માતમાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે હાલતો ભરૂચ જિલ્લામાં ખનીજ માફીયાઓ બેફામ રીતે માટી ભરી બેફામ રીતે હાઇવા હંકારી નિયમો નેવે મૂકી પ્રજા અને સરકાર બંનેનું નુકશાન કરી રહ્યા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
દહેજ પંથકમાં ખનીજ માફીયાઓ ઉપર ખાણ ખનીજ વિભાગ, આર.ટી.ઓ તેમજ સ્થાનિક પોલીસ કાયદાનું ભાન કરાવશે કે પછી આવ ભાઈ આપણે સરખા આપણે બેવ સરખા જેવી સ્થિતિનું નિર્માણ થાઈ છે એ જોવું રહ્યું.