0
0
Read Time:1 Minute, 6 Second
ભરૂચમાં મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ અને ડૉ. કિરણ પટેલ મેડિકલ કોલેજના ઉપક્રમે મહારાણા પ્રતાપની જન્મ જયંતિના પૂર્વ દિવસે રક્તદાન મહાદાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમિતિના પ્રમુખ વિરપાલસિંહ અટોદરિયા, અન્ય આગેવાનો અને હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો.રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 100થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. સોમવારે મહારાણા પ્રતાપની 492મી જયંતિએ નંદેલાવ બ્રિજ સ્થિત મહારાણા ચોકની સફાઈ, ફુલહાર, શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજાશે. રાજ્યના પાઠ્ય પુસ્તકમાં મહારાણા પ્રતાપની શોર્ય ગાથા સમાવવા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર અને મહારાણા ચોકનું વિસ્તરણ કરવા તંત્રને રજુઆત કરવામાં આવનાર છે.