ડેડિયાપાડા તાલુકા પંચાયતમાંં TDOની કેબીનમાં છતના પોપડા પડ્યાં, સામાન્ય ઇજા
ડેડીયાપાડા તાલુકા પંચાયત ખાતે ની કચેરી આવેલી છે જે અંદાજે 1960ની આસપાસ ના વર્ષ જૂની છે અંદાજીત 62 વર્ષ જૂની છે ખુબ જ જર્જરીત અને તકલાદી થઈ ચૂકી છે અઠવાડિયા પહેલાં ઘટના બની જેમાં તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવા તેમની ચેમ્બરમાં થી બાથરૂમ તરફ ગયા હતા અંદર ત્યારે અચાનક જ છતનો એક ભાગ નો મોટો ટુકડો થડામ કરીને તેમના ઉપર પડ્યો હતો પરંતુ તેઓ સતર્ક બની હટી જતા નાની સરખી ઈજા થઈ હતીપરંતુ જીવજોખમ ટળ્યું હતું અને ટીડીઓ સહિત ત્યાં કામ કરતા 30થી 40 સ્ટાફ તથા રોજના સેંકડો માણસો આ ઓફિસની મુલાકાત લે છે.જેમને પણ જિંદગીનું જોખમ ઊભું થયું છે તો તાત્કાલિક આ ઓફિસ માખી જર્જરિત જાહેર કરી ઓફિસ નહીં ખસેડાય તો તમામ લોકોના જીવ નું જોખમ ઊભું થયું છે માટે તાત્કાલિક આ ઓફિસ નવી બનાવવાની જરૂર છે અને આ જર્જરિત ઓફિસને બંધ કરવાની પણ જરૂર ઊભી થઈ છે આમ ડેડીયાપાડા તાલુકાના વિકાસની જવાબદારી જેના માથે છે તેવી તાલુકા પંચાયત/વિકાસ ની ઓફીસ પોતાના વિકાસની રાહ જોઈ રહી છે આજે ઓફિસમાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટનો વહીવટ થાય છે આજે ઓફિસ હજારો પાકા મકાનો સહિત વિકાસના તમામ કામ કરે છેત્યારે ખુદા ઓફિસ પોતાનો વિકાસ ઝંખી રહ્યુ છે વર્ષો પહેલા પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી પ્રાંત કચેરી નવા બની ગયા પરંતુ તાલુકા પંચાયત કચેરી ( તાલુકા વિકાસ અધિકારીની કચેરી) હજુ સુધી મળી નથી જેના કારણે તમામ કર્મચારી અધિકારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે.