ભરૂચ ખાતે આવેલ કલરવ શાળા માનસિક વિકલાંગ બાળકો માટે કાર્ય કરી રહી છે. છેલ્લા 20 વર્ષથી ભરૂચમાં કોઈપણ પ્રકારની સરકારી ગ્રાન્ટ વગર ચાલી રહી છે. હાલ પણ 80 થી 100 જેટલા માનસિક વિકલાંગ બાળકો આ સંસ્થામાં અભ્યાસ કરે છે. વિકલાંગ બાળકો પાસે સર્જનાત્મક શક્તિ હોય છે. આ શક્તિ અવનવા કાર્યમાં જણાય આવે છે. જેમ કે ઓલમ્પિક રમતોમાં શાળાનાં બાળકોએ ખૂબ ઉજજવળ દેખાવ કર્યો હતો તે ઉપરાંત નાના-મોટા તહેવારોને અનુલક્ષીને વિવિધ ચીજ વસ્તુઓ પણ આ શાળામાં વિકલાંગ બાળકો તૈયાર કરે છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે તૈયાર કરેલ રાખડીઓનું વેચાણ હાલ શાળાની ઓફિસ ખાતે ચાલી રહ્યું છે. વિકલાંગ બાળકોએ પોતાની કલ્પના શક્તિથી આ રાખડી તૈયાર કરી છે. રાખડી ખરીદી સંસ્થાને મદદરૂપ થઈ શકાય તેમ છે. શાળાની ઓફિસનો સમય સવારે 10 થી બપોરનાં 1 વાગ્યાનો છે. ગુજરાતમાં કોઈપણ જગ્યાએ રાખડી જોઈતી હશે તો કુરિયર પણ માત્ર 50 રૂ.માં કરી આપશે. રાખડીની કિંમત માત્ર રૂ.5 છે. જે કલરવ શાળા સ્કાઉટ ગાઈડનાં મકાન પાછળ આવેલ છે. જેનો ફોન નં.0264225683 અને મો.નં.9998043787 છે.
ભરૂચ : માનસિક વિકલાંગ બાળકો દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી.
Views: 71
Read Time:1 Minute, 36 Second