ભરૂચ જિલ્લામાં સ્પાની આડમાં શ્રવણ ચોકડી પાસે આવેલા પદ્મશ્રી કોમ્પ્લેક્ષમાં વિદેશી યુવતીઓ મારફતે ચાલતા દેહ વ્યાપારમાં ચાર વિદેશી યુવતીઓને મુક્ત કરાવી બે ઈસમોને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ મસાજ સેન્ટરના નામે બહારથી વિદેશી યુવતીઓ બોલાવી તેમની પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતા હોય છે. જોવા જઈએ તો હાલમાં જિલ્લામાં અનેક સ્થળોએ સ્પા મસાજ સેન્ટરો ખુલી ગયા છે. ત્યારે આવી પ્રવૃત્તિઓ ડામી દેવા જિલ્લા એસપી મયુર ચાવડાએ પોલીસ અધિકારીઓ સુચનાઓ આપી હતી. આ અંતર્ગત ભરૂચ એસઓજીની ટીમ પીઆઈ એ.એ.ચૌધરી તથા તેમના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી.એસઓજી પોલીસે ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલા પદ્મશ્રી કોમ્પ્લેક્ષમાં બીજા માળે કોરલ સ્પાના સેન્ટરમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ચાર વિદેશી યુવતીઓને મુક્ત કરાવી સ્પાના માલિક કરણ મુન્નાભાઇ રાજપુત તથા મેનેજર વારીસ બકરીદી પઠાણને ઝડપી પાડ્યા હતા. એસઓજીએ તમામ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સ્પાની આડમાં ગોરખધંધા:ભરૂચમાં સ્પાની આડમાં ચાલતુ કુટણખાનું ઝડપાયું, માલિક-મેનેજરની ધરપકડ
Views: 55
Read Time:1 Minute, 44 Second