અંકલેશ્વરના GIDC વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને GIDC પોલીસે મુંબઈ ખાતેથી દબોચી લીધો હતો. જેને અંકલેશ્વર લાવી મેડીકલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.અંકલેશ્વર GIDCમાં 19મી ઓગષ્ટ 2023ના રોજ એક વિસ્તારમાં મકાનની કામગીરી દરમિયાન ટાઈલ્સનું કામ કરતા ઈસમે સિક્યુરિટી ગાર્ડની ત્રણ વર્ષીય પુત્રીને રમાડવાના બહાને મકાનના બીજા માળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. આ મામલે બાળકીના પિતાને જાણ થતાં જ તેઓએ અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ટાઈલ્સના કારીગર મૂળ ઉત્તરપ્રદેશના રામ પ્રભુદયાલ રાજપુત વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતા જોઈ અંકલેશ્વર Dy.SP ચિરાગ દેસાઈના માર્ગદર્શન અને પ્રૉબેશનલ આઈપીએસ લોકેશ યાદવની અગેવાનીમા અલગ-અલગ ટીમો બનાવી એક ટીમ આરોપીના મુળ વતન ઉત્તરપ્રદેશ ખાતે મોકલી આપી હતી.જ્યારે બીજી ટીમને મુંબઈ આરોપીનો પુત્ર રહેતો હોય ત્યાં મોકલી આપી હતી.તે દરમ્યાન CCTV ફુટેજના તેમજ ટેકનીકલ સર્વેલંશ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપી રામ પ્રભુદયાલ રાજપૂત મુંબઇ ખાતે રહેતા તેના પુત્રના ઘરે ગયો હતો. જેના આધારે ટીમે આરોપીના પુત્રના ઘરે તપાસ કરતા આરોપી રક્ષાબંધનો તહેવાર હોવાથી ગઈ 30મી ઓગષ્ટના રોજ પુત્રના ઘરે આવ્યો હોય પોલીસ ટીમે તેને પકડી અંકલેશ્વર GIDC પોલીસ મથકે લઈ આવી મેડિકલ પરીક્ષણ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
દુષ્કર્મના આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો:અંકલેશ્વરના GIDC વિસ્તારમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી મુંબઈથી ઝડપાયો, આરોપીને અંકલેશ્વર લાવી તપાસ હાથ ધરાઈ
Views: 113
Read Time:2 Minute, 9 Second