0
0
Read Time:1 Minute, 5 Second
ભરૂચના વોર્ડ નં.10માં પાણીની કિલ્લતથી સ્થાનિકોમાં આક્રોશ
ભરૂચ નગરપાલિકાના હિન્દુ અને મુસ્લિમ ચુનારવાડમાં ઘણા સમયથી પાણીની સમસ્યા સર્જાય છે. સ્થાનિકોએ દર વર્ષે ઉનાળામાં ઉદભવતી પાણીની સમસ્યા માટે અનેક વખતે પાલિકામાં રજૂઆતો કરી છે છતાં પાણી ન આવતા લોકો પાલિકા સામે આક્રોશ વ્યકત કરી રહ્યા છે.
રમઝાન મહિનામાં પણ મુસ્લિમ ચુનારવાડમાં પાણી ન મળતા લોકોમાં રોષ છે.બુધવારે પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદની આગેવાનીમાં વોર્ડ નં 10 ના નગરસેવક યુસફ મલેક અને ચુનારવાડના રહીશો સાથે વોટર વર્કસ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિને રજુઆત કરી હતી.જોકે ચેરમને તેમની રજૂઆત સાંભળી પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા બાંહેધરી આપેલી છે.