ભરુચ એ ડિવિઝન પોલીસે સોનતલાવડી ઝુપડપટ્ટી પાસેથી ચોરીના બે વાહનો સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.ગત તારીખ-9મી ઓગસ્ટના રોજ ભરૂચ શહેરના વૈરાગીવાડ શાક માર્કેટ પાસે રહેતા પ્રતીક બીપીનચંદ્ર કાયસ્થ ભરૂચની કોર્ટમાં આવ્યા હતા, તે દરમિયાન તેઓએ પોતાની ઍક્સેસ મોપેડ નંબર-જી.જે.16.બી.એફ.1191 ભરૂચ કોર્ટની બાજુમાં અમૂલ પાર્લર પાસે પાર્ક કરી હતી જે 20 હજારની મોપેડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી હાથ ધરી હતી તે દરમિયાન એ ડિવિઝનના પી.આઈ. બી.એલ.મહેરીયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો, તે સમયે બાતમી મળી હતી કે ચોરી થયેલ એક્સેસ મોપેડ સાથે બે ઇસમો સોનતલાવડી ઝુપડપટ્ટી પાસેથી પસાર થવાના છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે વેળા બાતમી વાળા બંને ઇસમો આવતા પોલીસે તેઓને અટકાવી વાહનોના દસ્તાવેજો માંગતા બંનેએ સંતોષકારક જવાબ નહીં આપી બંને વાહનો ચોરીના હોવાની કબૂલાત કરી હતી.પોલીસે બંને મોપેડ મળી કુલ 40 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સોનતલાવડી ઝુપડપટ્ટી ભાથીજી મંદિર પાસે રહેતો જીગ્નેશ ઉર્ફે જીગો વિનોદભાઇ વસાવા અને ઋત્વિક સૈલેશભાઇ પટેલને ઝડપી પાડ્યો હતો.
ભરુચના સોનતલાવડી ઝુપડપટ્ટી પાસેથી ચોરીના બે વાહનો સાથે બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા
Views: 204
Read Time:1 Minute, 53 Second